સુરતના સલાબતપુરામાં એક કિશોરીને તેના માતા-પિતાના નિધન બાદ તેના માસાએ તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને ગર્ભવતી બનાવી હતી. આ કિશોરીએ બાળકને જન્મ પણ આપ્યો અને આ કેસમાં હવે કોર્ટે આરોપી માસાને આજીવન કેદની સજા સંભળાવી છે. (તમામ તસવીર પ્રતિકાત્મક છે)
સુરત સેશન કોર્ટે આ આરોપી માસાને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7000નો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સલાબતપુરાના માન દરવાજા ખાતે રહેતા આરોપીએ બે લગ્ન કર્યા હતા અને તેની પહેલી પત્નીના નિધન બાદ તેણે બીજા લગ્ન કર્યા અને તેની બીજી પત્નીનું પણ નિધન થયુ હતુ. તે બાદ તેમના પાડોશમાં રહેતી કિશોરી કે જેને તેના મા-બાપ નાની ઉંમરમાં જ ગુમાવ્યા હતા તેને પોતાની હવસનો શિકાર બનાવી અને અવારનવાર સંબંધ બાંધી આઠ મહિનાનો ગર્ભ રાખી દીધો.
જો કે, 7 મહિના બાદ આ કિશોરીનું પેટ દેખાતા તેના પિતરાઇએ તપાસ કરાવી અને જાણવા મળ્યુ કે, તેને ગર્ભ છે. તાત્કાલિક આ મામલો પોલિસ ફરિયાદ કરાતા તેમણે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યુ કે, આ આરોપી માસા બળજબરીથી કિશોરી સાથે ગંદુ કામ કરતો હતો. પોલિસે આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસમાં સામે આવ્યુ કે આરોપી કિશોરીને ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. સુરત સેશન કોર્ટે આ આરોપી માસાને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7000નો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે.