અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 103 દિવસ પછી પ્રજ્ઞેશ પટેલના જામીન થયા મંજૂર…સુધરી ગઇ દીવાળી
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ચકચારી કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને લઇને અપડેટ સામે આવી છે. પ્રજ્ઞેશ પટેલના હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પહેલા પ્રજ્ઞેશ પટેલે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી જામીન માંગ્યા હતા પણ તે સમયે જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
જો કે, પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી અને બંને વખત કોર્ટે અરજી ફગાવી. જો કે, આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કર્યાં છે. 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. જણાવી દઇએ કે, 19 જુલાઇના રોજ મોડી રાત્રે અમદાવાદમાં ત્યારે ચકચારી મચી ગઇ,
જ્યારે ખબર આવી કે તથ્ય પટેલે પોતાની તેજ રફતાર જેગુઆર કારથી અનેક લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 9 લોકો તો મોતને ભેટ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી દીધુ હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં આરોપી તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો અને અકસ્માત બાદ પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લીધા હતા.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં