ખબર

શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ ઉગલશે હકિકત, જાણો શું હોય છે નાર્કો ટેસ્ટ, કેવી રીતે કરવામાં આવે છે ?

શું નાર્કો ટેસ્ટમાં સામે આવેલી વાતો હંમેશા સાચી હોય છે ? નાર્કો ટેસ્ટ શું છે…જાણો બધું જ

દેશભરમાં ચકચારી જગાવનાર શ્રદ્ધા હત્યાકાંડમાં રોજ રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. શ્રદ્ધા વોકર હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ માટે દિલ્લીની એક કોર્ટે પોલિસને મંજૂરી આપી દીધી છે. દિલ્લી પોલિસે 15 નવેમ્બરના રોજ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા મંજૂરી માગી હતી. તમને એવો પ્રશ્ન મનમાં થતો હશો કે આખરે આ નાર્કો ટેસ્ટ હોય છે શું અને તેનું પરિણામ શું આવે છે. તો ચાલો તમને જણાવીએ.

શું હોય છે નાર્કો ટેસ્ટ ? : નાર્કો ટેસ્ટ, એક એવો ટેસ્ટ જેમાં માણસને ઊંઘ કે બેહોશીની સ્થિતિમાં લાવવામાં આવે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, આ ટેસ્ટ માટે કેટલીક દવાઓ ઇન્જેક્ટ કરવામાં આવે છે. જેમ કે સોડિયમ પેંટોથલ, સ્કોપોલામાઇન અને સોડિયમ અમાયટલ. આનાથી માણસની વિચારવાની ક્ષમતા અને કલ્પના બેઅસર થઇ શકે છે અને આનાથી સાચી જાણકારી નીકાળવામાં આવી શકે છે. આ દવાઓને ટ્રુથ ડગના નામે પણ જાણવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

આ દવાઓ કોઇ પણ માણસને અડધા બેહોશ કરે છે. આ અવસ્થામાં જ તે બોલતો જાય છે. મનોવિજ્ઞાન કહે છે કે આવી સ્થિતિમાં માણસ જૂઠું બોલી શકતો નથી. કારણ કે જૂઠું બોલવા માટે વ્યક્તિને મનનો ઉપયોગ કરવો પડે છે, અથવા વિચારવું પડે છે, અથવા કેટલીક વસ્તુઓ છુપાવવી પડે છે અને કહાનીઓ બનાવવી પડે છે. આ બધું કરવા માટે વ્યક્તિએ વધુ મગજ વાપરવું પડે છે. પરંતુ દવાઓના કારણે તે વ્યક્તિ આ કરી શકતો નથી.

પ્રતિકાત્મક તસવીર

નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે? : નાર્કો ટેસ્ટ કરાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. નાર્કો ટેસ્ટ કરતા પહેલા આરોપી વ્યક્તિનો સંપૂર્ણ શારીરિક ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે જેથી જાણી શકાય કે તે આ ટેસ્ટ માટે શારીરિક અને માનસિક રીતે ફિટ છે કે નહીં. જો તે ફિટ ન હોય તો તેનો નાર્કો ટેસ્ટ થઈ શકે નહીં. આ સિવાય બાળકો, વૃદ્ધો અને સ્પેશિયલ વિકલાંગ લોકો માટે નાર્કો ટેસ્ટ કરી શકાય નહીં. નાર્કો ટેસ્ટ શરૂ કરતા પહેલા હાથની આંગળીઓને પોલીગ્રાફ મશીન સાથે જોડવામાં આવે છે.

પરીક્ષણ પહેલાં, બ્લડ પ્રેશર, પલ્સ રેટ, શ્વાસની ગતિ અને હૃદયના ધબકારાનું રીડિંગ લેવામાં આવે છે. પછી આ બધાના આધારે નક્કી કરવામાં આવે છે કે તેને દવાનો કેટલો ડોઝ આપવાનો છે. શરૂઆતમાં સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે તેનું નામ શું છે, પરિવારના સભ્યોનું નામ શું છે, તેના ઘરનું સરનામું શું છે, તે ક્યાં કામ કરે છે ? વગેરે વગેરે…પછી કેટલાક ખોટા પ્રશ્નોનો વારો આવે છે. આવા પ્રશ્નો કે જેના જવાબ તે ‘ના’ માં આપે. જેમ કે જો તે પરિણીત નથી, તો તેને પૂછવામાં આવશે કે શું તે પરિણીત છે?

આવા પ્રશ્નો પૂછીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે ત્યારે તેનું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે ? જો તે સાચો જવાબ આપી રહ્યો છે તો તે સમયે તેની બોડી લેંગ્વેજ કેવી હતી તે જોવામાં આવે છે. આ પછી તેને અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેની શારીરિક અને માનસિક પ્રતિક્રિયાઓ જાણવામાં આવે છે. જો કે નાર્કો ટેસ્ટથી સત્ય જાણી શકાય તે જરૂરી નથી. જો આરોપીને કોઈ માનસિક કે શારીરિક સમસ્યા હોય,

તેનું શરીર કંપતું હોય કે તેનું હૃદય ઝડપથી ધબકતું હોય તો મશીન ખોટો ડેટા પણ આપી શકે છે. જો કે, નાર્કો ટેસ્ટ દરમિયાન આપવામાં આવેલ નિવેદન કોર્ટમાં માન્ય નથી હોતુ. પરંતુ પોલિસને તેની મદદથી સબૂત એકઠા કરવામાં સહાયતા મળે છે. ભારતમાં નાર્કો ટેસ્ટને લઇને ડીકે બસુ બનામ સ્ટેટ વેસ્ટ બંગાલ 1997માં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સંદિગ્ધની સહમતિ વગર નાર્કો કે પોલીગ્રાફ ટેસ્ટ કરવો ક્રૂર, અમાનવીય છે. સેલ્વી અને અન્ય બનામ સ્ટેટ ઓફ કર્ણાટક 2010ાં ત્રણ જજોની પીઠે કહ્યુ હતુ કે સંદિગ્ધની સહમતિ વગર કોઇ લાઇ ડિટેક્ટર ટેસ્ટ ના થવો જોઇએ.