ખબર જીવનશૈલી

જે દંપતી વચ્ચે ઝગડા વધુ થાય એમના વચ્ચે વધુ પ્રેમ તો હોય છે પણ તેમની ઉમર પણ – જાણો શું કહે છે સ્ટડીનો દાવો

આપણે ઘણીવાર પોતાના જીવનસાથી સાથે ઝઘડ્યા પછી અપરાધની ભાવના અનુભવીએ છીએ. પરંતુ એવું લાગે છે કે પોતાના જીવનસાથી સાથે ઝઘડાઓ કરવાનો પણ એક ફાયદો છે જે વિશે આપણે નથી જાણતા. એક નવા સંશોધન અનુસાર, એકબીજા સાથે ઝઘડા કરનાર દંપતીની ઉમર લાંબી થાય છે. Journal of Biobehavioral Medicineમાં પબ્લિશ થયેલી એક સ્ટડી અનુસાર, જે દંપતીઓ વધુ ઝઘડાઓ કરે છે એ વધુ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે.

Image Source

આ સંશોધન અનુસાર, એકબીજા સાથે ઝઘડો કરતા દંપતીમાં એક બીજા પ્રત્યે ન ફક્ત પ્રેમ જ વધે છે પણ તેમની ઉમર પણ લાંબી થાય છે. પરંતુ અહીં સ્પષ્ટ કરી દઈએ કે ઝઘડાનો અર્થ ઘરેલુ હિંસા નથી, પણ આપસમાં થયેલી હળવી નોકઝોંક છે.

32 વર્ષના 192 દંપતીઓ પર કરવામાં આવેલા આ સંશોધનનો હેતુ એ જાણવાનો હતો કે એક વ્યક્તિના વર્તનથી તેમના સાથીની મરણાધીનતા પર કેવી અસર થાય છે. સંશોધન માટે દરેક દંપતીના વ્યવહારને જોવામાં આવ્યા હતા અને તેમના એકબીજા સાથેના ઝઘડાઓ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પછી સંશોધકો એ નિષ્કર્ષ પર આવ્યા કે જેઓ એકબીજા સાથે સમાન તીવ્રતાથી ઝઘડે છે તેઓ જે લોકો એકબીજા સાથે જુદી રીતે ઝઘડે છે તેના કરતા વધુ જીવે છે.

Image Source

જેમ કે દંપતીમાંથી એક વ્યક્તિ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને બીજી વ્યક્તિ પણ એકબીજા પ્રત્યે પોતાના વિચારો અને ગુસ્સો વ્યક્ત કરી દે છે એ લોકો વધુ સ્વસ્થ જીવન જીવે છે. પોતાની ભાવનાઓને અંદર દબાવીને રાખવી એના કરતા તો બોલીને વ્યક્ત કરી દેવું સારું. આમ પણ ચૂપ રહેવાથી કોઈ જ ઉકેલ ન આવે, સાચું ને? આમ પણ જયારે પોતાના વિચારો વ્યક્ત કરી દો ત્યારે થોડા ઝઘડા તો થાય જ ને! અને મહત્વનું તો એ છે કે ભાવનાઓ વ્યક્ત થઇ જાય ત્યારે મન હળવું થઇ જાય છે અને સંબંધો મજબૂત બને છે. અને એટલે જ કદાચ સ્વાસ્થ્ય પણ સારું જ રહે છે.

Image Source

આંકડાઓ અનુસાર, અમેરિકામાં સામાન્ય રીતે દંપતી વચ્ચે 19 ઝઘડાઓ થાય છે અને મહિનામાં દંપતી 5 દિવસ એકલા ઊંઘે છે. આ સંશોધન અનુસાર, પારિવારિક ઝઘડાઓ દરેક પ્રકારે હાનિકારક નથી હોતા, પરંતુ આમાં લાંબી ઉંમરનું રહસ્ય છુપાયેલું છે. પરંતુ આનો અર્થ એ નથી કે આ નાના-નાના ઝઘડાઓ ઘરેલુ હિંસામાં બદલાઈ જાય. તો હવે જયારે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર કરો તો ધ્યાન આપજો કે બંને આ પરિસ્થિતિમાં કઈ રીતે પ્રતિક્રિયાઓ આપો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks