લગ્ન એ એક જન્મનું નહિ પરંતુ જન્મો જન્મનું બંધન છે, પતિ પત્ની એકબીજાના છેલ્લા શ્વાસ સુધીનો સહારો છે. ત્યારે લગ્નની વર્ષગાંઠ પણ ઘણા લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. પરંતુ હાલ એક દંપતીના સુખી લગ્ન જીવનની વર્ષગાંઠની ઉજવણીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયો ટ્વીટર યુઝર્સ @minimeens દ્વારા પોતાના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે, કે બંનેના જન્મથી લઈને લગ્ન, બાળકો, ઘર, બાળકોના લગ્ન, તેમના સંતાનોની આખી સફર સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
દરેક વર્ષ જમીન ઉપર ફૂલો દ્વારા લખવામાં આવ્યું છે, જેમ જેમ તે જીવનમાં આગળ વધ્યા હતા તેમ તેમ તે આગળ વધે છે અને એક એક વર્ષ પાસે આવીને ઉભા રહે છે, જ્યાં તેમના લગ્ન થયાથી લઈને આજદિન સુધીની સફર ખુબ જ સુંદર રીતે રજૂ થઇ છે.
Someone celebrated their wedding anniversary like this.!
❤️❤️❤️ pic.twitter.com/wXt14jE62U
— டேனியப்பா (@minimeens) December 16, 2020
સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે અને સાથે જ આ વીડિયોને અત્યારસુધીના લગ્નની ઉજવણીનો સૌથી સુંદર વીડિયો પણ જણાવી રહ્યા છે.