આપણેઘણી વાર સાંભળી છીએ કે, બોલીવુડના સેલેબ્સને પરિવારથી કોઈ ફર્ક નથી પડતો તે લોકોને ફક્તને ફક્ત તેનાથી જ મતલબ હોય છે.તે ફક્તને ફક્ત તેના માટે જ જીવે છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ છે જેને લગાવ મેરેજ કર્યા છે, ઘણા સેલેબ્સના લવ મેરેજ સફળ રહ્યા છે તો ઘણા લોકોના લગ્ન તૂટી પણ ગયા છે. પરંતુ અમુકે કપલ્સ એવા પણ છે જે અલગ થઇ ગયા બાદ આજે પણ બાળકોના કારણે સાથે જોવા મળે છે. બાળકોને માતા-પિતા બંનેનો પ્રેમ મળી શકે.
આવો જોઈએ એ કપલ્સ વિષે.
1.મલાઈકા અરોરા અને અરબાઝ ખાન

હાલતો મલાઈકા અરોરા અને અરબાઝ ખાનેને જયારે 18 વર્ષ બાદ અલગ થવાનો ફેંસલો લીધો હતો ત્યારે બંનેના ફેન્સ અને ઘરના લોકોને આચંકો લાગ્યો હતો. મલાઈકા અને અરબાઝ અલગ થયા બાદ પણ બંને એક સાથે જોવા મળે છે. આજે પણ બંને એકબીજાના પરિવારનો હિસ્સો છે અને આજે પણ બંને સાથે મળીને દીકરાનું ધ્યાન રાખી રહ્યા છે.
2.ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના

80ના દાયકાની સૌથી ચર્ચિત લગ્ન રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના હતા. આ બંનેએ જયારે લગ્ન કર્યા ત્યારે બંનેની કરિયર ટોપ પર હતી. સમયે-સમયે બંનેના લગ્નને લઈને ખબર આવતી રહેતી હતી. પરંતુ લગ્નના 10 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો ફેંસલો લીધો હતો. અલગ થયા બાદ પણ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાએ તેની દીકરી ટ્વીન્કલ ખન્ના અને રિંકી ખન્નાના કારણે અલગ હોવા છતાં પણ સાથે રહ્યા હતા.
3.અમૃતા સિંહ અને સૈફ અલી ખાન

સૈફ અલીખાનના કરીના કપૂર સાથે લગ્ન થઇ ગયા છતાં પણ તેની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે આજે પણ સારા સંબંધો છે. સૈફ અને અમૃતા સિંહ બંને સાથે મળીને સારા અને ઇબ્રાહિમની ધ્યાન રાખે છે. બંને બાળકોના ફેંસલામાં સાથ આપે છે. સારા અને ઇબ્રાહિમ સૈફ અને અમૃતાના બાળકો છે જયારે તૈમુર કરીના અને સૈફનો છે.
4.અબુના ભાબાની અને ફરહાન અખ્તર

એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તર અને તેની હેર સ્ટાઈલિશ પત્ની અધુના ભબાની સાથે 2000માં લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં મતભેદના કારણે બંને અલગ થઇ ગયા હતા. પરંતુ આજે પણ બંને પોતાના દીકરી શાક્યા અને અકીરાને કારણે સાથે જોવા મળે છે.
5.કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી

બોલીવુડના બંને સેલેબ્સસે 2013માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ જલ્દી જ એક બાળકના માતા-પિતા બની ગયા હતા.પરંતુ લગ્નના થોડા સમયમાં જ બંનેના સંબંધમાં તિરાડ આવતા બંને અલગ થઇ ગયા હતા. અલગ થયા બાદ પણ બંનેએ તેના પુત્રની જવાબદારી સાથે નિભાવી છે. ત્યાં સુધીકે રણવીરે કોંકણાના નિર્દેશનની ફિલ્મ પહેલી ‘ધ ગંજ’ નો હિસ્સો બન્યો હતો.
6.આમિર ખાન અને રિના દતા

બોલીવુડના પર્ફેકનિસ્ટ આમિર ખાને ફિલ્મોમાં આવતા પહેલા જ રિના સાથે લગ્ન કરી લીધા હતા. જયારે આમિરે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું ત્યારે તેને લગ્નની વાત મીડિયાથી છુપાવીને રાખી હતી. પરંતુ આ લગ્ન જીવન લાંબુ ચાલી શક્યું ના હતું. બંનેએ 16 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દીધો હતો. આમિર અને રીનાને 2 બાળકો પણ છે. આજે આમિરે ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. તેને પણ એક પુત્ર છે.
7.સુઝૈન ખાન અને ઋતિક રોશન

ઋતિક અને સુઝૈનના છૂટાછેડા કોઈ હાદસાથી ઓછા ના હતા. ઋતિકની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ની સફળતા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને 2 પુત્રો છે. અલગ થયા બાદ બંને ઘણી જગ્યા પર બાળકો સાથે જોવા મળે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.