દીકરીના જન્મ પર પરિવારે અલગ અંદાજમાં મનાવ્યો જશ્ન, નવજાત દીકરીને હેલીકૉપ્ટરમાં લઈને આવ્યા ઘરે

વર્ષો બાદ ઘરે દીકરીનો જન્મ થતા જ પરિવાર થનગની ઉઠ્યો, હેલિકોપ્ટરમાં ઘેર લઈ આવ્યાં- વાયરલ થયો આ વીડિયો

જ્યાં એક તરફ અમુક લોકો દીકરો જન્મવાની કામના કરતા હોય છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના પુણેના એક પરિવારે ઘરે દીકરીનો જન્મ થતા તેની ઉજવણી અલગ અંદાજમાં કરી હતી અને એદકમ અલગ જ અંદાજમાં નવજાત દીકરીનું સ્વાગત કર્યું હતું. પુણેના શેલગાંવના રહેનારા એક પરીવારમાં ઘરે દીકરીનો જન્મ થતા પરિવાર ખુબ જ ખુશ થયો હતો અને તેની ખુશીમાં દીકરીને હેલીકૉપ્ટરમાં ઘરે લાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે.

રાજલક્ષ્મી નામની આ દીકરીનો જન્મ ગત 22 જાન્યુઆરીએ તેની માતાના ઘરે ભોસરી ગામમાં થયો હતો. જેના પછી દીકરીને પોતાના પિતાના ઘરે શેલગાંવ લઇ જવા માટે પરિવારે હેલીકૉપ્ટર ભાડે લીધું હતું અને તેના દ્વારા દીકરીને ઘરે લાવવામા આવી હતી. નવજાત દીકરીના પિતા વિશાલ ઝરેકર વ્યવસાયે એક વકીલ છે. વિશાલે કહ્યું કે,”હું અને મારી પત્ની 2 એપ્રિલેના રોજ હેલીકૉપ્ટર દ્વારા દીકરીને ઘરે લઇ આવ્યા. અમે આશીર્વાદ લેવા માટે જેજુરી ગયા પણ અમને નીચે ઉતરવાની પરવાનગી ન હતી માટે અમે આકાશમાં જ પ્રાર્થના કરી. હેલીકૉપ્ટર શેલગાંવમાં તેના ખેતર પર તૈયાર કરેલા એક અસ્થાયી હેલિપેડ પર ઉતારવામાં આવ્યું હતું.

વિશાલે જણાવ્યું કે લાંબા સમય પછી તેના પરિવારમાં દીકરીનો જન્મ થયો છે માટે તેઓ ખુબ ખુશ છે, હેલીકૉપ્ટર માટે વિશાલે એક લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.સમાજને સંદેશ આપતા વિશાલે કહ્યું કે, “નવજાત બાળકીના જન્મને ઉત્સવની જેમ ઉજવવો જોઈએ” જણાવી દઈએ કે બાળકીના સ્વાગત માટે ફૂલોની માળા પહેરાવવામાં આવી. માં અને દીકરીનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવ્યું હતુ.પુણેમાં આવી રીતે દીકરીનું સ્વાગત કરવું વિશાલ દ્વારા પહેલી વાર બન્યું છે. હેલીકૉપ્ટર ગામમાં ઉતરતા જ ગામના લોકોની ભીડ દીકરીની ઝલક મેળવવા જમા થઈ ગઈ હતી.

Krishna Patel