હોટેલના રૂમમાં કપડાં કાઢીને રોમાન્સ કરી રહ્યું હતું આ કપલ, પછી એક વ્યક્તિએ ચુપચાપ આવીને એવો કાંડ કર્યો કે ઇજ્જતના થયા ધજાગરા
થોડા દિવસો પહેલા જ સ્પેનમાં એક કપલે ત્યાંની એક ફેમસ હોટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કપલનું કહેવું છે કે હોટેલના રૂમમાં જયારે તે રોમાન્સ કરી રહ્યા હતા ત્યારે હોટેલના એક ગાર્ડે તેના પ્રાઇવેટ પળને મોબાઈલમાં રોકોર્ડ કરી લીધા હતા. તે વ્યક્તિ વિશે હોટલના સ્ટાફને ફરિયાદ પણ કરી હતી પરંતુ હોટેલના સ્ટાફે તેમને જ દારૂના નશામાં કહીને મામલો ટાળી દીધો.
તે વ્યક્તિ અને હોટેલના સ્ટાફ સાથે બોલાબાલી પણ થઇ હતી, બબાલ પણ ઘણી થઇ પરંતુ તેનું કઈ પરિણામ આવ્યું નહિ. છેલ્લે હોટેલના સ્ટાફે આરોપને નકારી દીધા હતા. આ દરમ્યાન કપલ તેમની રજાઓ અધૂરી છોડીને પાછા જતા રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટેનમાં રહેવા વાળા Abigail Higson તેના પાર્ટનર Usama Qaziની સાથે સ્પેનમાં હોલીડે એન્જોય કરવા ગયા હતા. તેમણે એક મોટી હોટેલમાં રૂમ બુક કર્યો હતો.
સમુદ્ર કિનારે બનેલ હોટેલના રૂમમાં જયારે તે પાર્ટનર સાથે રોમાન્સ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર દરવાજા પર પડી હતી. તેને દરવાજા પાસે એક પડછાયો નજર આવ્યો હતો. Abigailએ તરત ખોલીને જોયું તો ત્યાં એક વ્યક્તિ હાથમાં મોબાઈલ લઈને ઉભો હતો. Abigailનો આરોપ છે કે તે વ્યક્તિએ તેમના પ્રાઇવેટ પળને રોકોર્ડ કરી લીધા હતા. પુછપરછ કરવા પર જાણકારી મળી કે તે વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ હોટેલનો સિક્યુરિટી ગાર્ડ હતો.
Abigailના પ્રમાણે તેમણે પહેલા તો તે વ્યક્તિને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે ભાગી ગયો હતો. કપલે થોડેક દૂર સુધી તેની પાછળ ગયા હતા પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. જયારે Abigailને ખબર પડી કે તે વ્યક્તિ હોટેલનો સિક્યુરિટી ગાર્ડ છે તો તેણે હોટેલના સ્ટાફને આ વાતની ફરિયાદ કરી હતી.
હોટેલના સ્ટાફે તેમને જ દારૂના નશામાં હોવાનું કહીને મામલો ટાળી દીધો હતો. આ વાતને લઈને હોટેલ સ્ટાફ અને વ્યક્તિ વચ્ચે વિવાદ થઇ ગયો હતો. હોટેલમાં બબાલ મચાવ્યા બાદ કપલે તરત તે હોટેલ છોડી દીધી અને બીજી હોટેલમાં જતા રહ્યા હતા. બીજા દિવસે કપલ તેમની 11 દિવસની રજાઓને અધૂરી મૂકીને બ્રિટેન પાછા ઘરે આવી ગયા હતા. કપલનું કહેવું છે કે તેમની રજાઓ બગડી ગઈ હતી.