...
   

બે-બે મહિલાઓ સાથે રેસ્ટોરન્ટની બહાર કારમાં રોમાન્સ કરી રહ્યો હતો શખ્સ, વીડિયો વાયરલ થતા મચી ગયો હંગામો

સોશિયલ મીડિયા પર ઘણીવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંના ઘણા અશ્લીલ પણ હોય છે. ત્યારે હાલમાં UPના બારાબંકીથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે લખનઉ અયોધ્યા હાઈવે પર પાર્ક કરેલી કારમાં એક શખ્સ બે-બે મહિલાઓ સાથે રોમાન્સ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે સમાજવાદી પાર્ટીના નેતાઓ આ વીડિયોને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.

સપાના નેતાઓનું કહેવું છે કે જે ગાડી પર ભાજપનો ઝંડો, સમજો તેમાં બેઠો છે ગુંડો. જો કે, ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી છે. આ વીડિયો બારાબંકીના અયોધ્યા-લખનઉ હાઈવે પર સ્થિત એક ઢાબા પાસેનો હોવાનું કહેવાય છે. આ મામલે ઢાબા સંચાલકને નોટિસ પણ આપવામાં આવી છે. તેમજ એક યુવકને પણ પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવક અને બે યુવતી કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે, કાર હાઈવે પર એક ઢાબાની સામે પાર્ક કરેલી છે. કારના બોનેટ પર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કારની અંદર દેખાતા યુવક-યુવતિ બેફિકર થઈને રોમાન્સ કરી રહ્યા છે. તેમની આ હરકત કોઈએ રેકોર્ડ કરી લીધી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું કે કાર રાયબરેલીની છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Shah Jina