ખબર

5 લાખ રૂપિયા દઈને ઓનલાઇન ખરીદ્યું બિલાડીનું બચ્ચું, બોક્સ ખોલતા જ ઉડી ગયા હોશ

દુનિયાભરમાં ઘન એવા કિસ્સા સામે આવતા હોય છે જે હેરાન કરી દે છે. આવો જ એક કિસ્સો ફ્રાન્સમાં સામે આવ્યો હતો. અહીં ઓનલાઇન શોપિંગ દરમિયાન જે થયું તે જાણ્યા બાદ હસીને લોટપોટ થઇ જશો. અહીં એક યુવકને બિલાડીઓથી વધારે પ્રેમ હતો. તે ઘરમાં બિલાડી રાખવા માંગતો હતો.

Image source

આ માટે તેને ઓનલાઇન શોપિંગનો સહારો લીધો હતો. આ યુવકે ઓનલાઇન ઘણી બિલાડીઓ જોઈ હતી. આ બાદ તેને એક સવાના બ્રીડની બિલાડી પસંદ આવી હતી, આ બિલાડી પસંદ કર્યા બાદ તેને ઓર્ડર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બિલાડીની કિંમત 6 હજાર યુરો એટલે કે (5 લાખ રૂપિયા) હતી. યુવકે ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું હતું.

Image source

2018માં જયારે ઘરે ડિલેવરી બોક્સ આવ્યું ત્યારે બોક્સ ખોલતા જ હોશ ઉડી ગયા હતા.બોક્સ ખોલીને જોયું તો અંદર એક વાઘનું બચ્ચું હતું. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર મુજબ, ફ્રાન્સ નોરમૈડિના અજાણ્યા કપલે બિલાડીની જાહેરાત જોઈ હતી. બાદમાં આ કપલે ખરીદવા માટે જરૂરી ડીટેલ ભરી દીધી હતી.આ બાદ પ્રીપેડ ઓર્ડર પણ કરી દીધો હતો. એક દિવસ બાદ જયારે આ બોક્સની ડીલેવરી થઇ ત્યારે બોક્સ ખોલતા જ બંનેના હોંશ ઉડી ગયા હતા, બોક્સમાં બિલાડીની જગ્યાએ ત્રણ મહિનાના વાઘનું બચ્ચું હતું.

Image source

આ મામલે મળેલી જાણકારી અનુસાર. શખ્સ અને તેની પત્નીને એક અઠવાડિયા સુધી તો પત્નીને ખબર જ ના હતી કે, અસલમાં આ બિલાડી નહિ પરંતુ વાઘનું બચ્ચું હતું. જેવી ખબર પડી કે આ વાઘનું બચ્ચું છે તેને તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.

Image source

આ મામલે 2 વર્ષ સુધી તપાસ ચાલી હતી હવે ફેંસલો આવ્યો છે. સામે આવનારા રિપોર્ટ અનુસાર, હજુ સુધી એ નક્કી નથી થયું કે ફ્રાન્સમાં આ જાનવર કેવી રીતે આવ્યું.
જણાવી દઈએ કે, વાઘ એક સંરક્ષિત પ્રજાતિ છે તેની પરમીટ વગર પાલતુ જાનવરોના રૂપમાં રાખી શકાય નથી. તેને કાર્યવાહી વગર લઇ પણ ના જઈ શકાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.