ખબર

પતિ-પત્ની બંનેએ કર્યું CGPSCની પરીક્ષામાં ટોપ, પોતાના હાથે નોટ્સ બનાવી આપતો હતો પતિ, વાંચો જોરદાર સ્ટોરી

છત્તીસગઢ લોકસેવા આયોગની પરીક્ષામાં એક સાથે સફળતા મેળવીને રાયપુરનું એક દંપતી હાલ ઘણી ચર્ચાઓમાં છે. ખબર અનુસાર, છત્તીસગઢ લોકસેવા આયોગ દ્વારા ૩૬ પદો માટે આયોજિત મુખ્ય નગર પાલિકા અધિકારી વર્ગ ખ અને ગ ભરતી પરીક્ષામાં રાયપુરના અનુભવ સિંહ અને તેમની પત્ની વિભાએ ટોપ કર્યું છે. ગુરુવારે આવેલા પરિણામમાં સીજીપીએસસીની પરીક્ષાના પરિણામમાં બંનેએ ટોપ કર્યું છે અને તેમની આ સફળતાથી તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે.

Image Source

અનુભવે પ્રથમ સ્થાન અને તેમની પત્ની વિભાએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ લેખિત પરીક્ષામાં અનુભવને 300માંથી 278 માર્ક મળ્યા છે અને આ પરીક્ષામાં વિભાએ 268 માર્ક મેળવ્યા છે. જયારે ઇન્ટરવ્યૂમાં અનુભવને 30માંથી 20 અને વિભાને 15 માર્ક મળ્યા છે. વિભા હાલ પંચાયત બિલ્હામાં એડીઓ છે. એ વર્ષ 2008 થી પીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. જયારે કોમ્પ્યુટર સાઇનસથી બીઈ કરનાર અનુભવ વર્ષ 2008થી અત્યાર સુધીમાં 20 પરીક્ષાઓ આપી ચુક્યા છે. આ દસરમ્યાન તેમની પસંદગી ઘણી સરકારી નોકરીઓ માટે થઇ ગઈ હતી, પરંતુ પીએસસી ક્લિયર કરવાના ઝનૂનમાં તેઓએ મળેલી બધી જ નોકરીઓ છોડી દીધી. જયારે વિભા નોકરી કરતા કરતા પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.

અનુભવે જણાવ્યું કે તેમને કઈ રીતે આ સફળતા મેળવી છે. તેઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2008થી તેઓ પીએસસીની પ્રારંભિક પરીક્ષા પાસ કરીને મેઈન પરીક્ષા આપી રહયા હતા, પરંતુ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકતા ન હતા. વીભાએ નોકરી કરતા કરતા સીએમઓની તૈયારીઓ કરી અને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. વિભા પણ અત્યાર સુધીમાં 10થી વધુ વાર પરીક્ષાઓ આપી ચુકી છે. અનુભવના જણાવ્યા અનુસાર, નોકરીના કારણે તેઓ અભ્યાસ પર ધ્યાન આપી શકતા ન હતા. એટલે તેમને નોકરી છોડી દીધી હતી. ઘણીવાર લોકોએ એમ પણ કહ્યું કે પત્ની કામ કરે છે અને એ ઘરમાં બેસીને ભણે છે.

Image Source

અનુભવે કહ્યું કે તેમને લોકોની આ વાતોને અવગણીને પોતાનું બધું જ ધ્યાન વાંચવા પર કેન્દ્રિત કર્યું. પરીક્ષાની તૈયારયમા તેમની પત્ની અને પરિવારે તેમનો ભરપૂર સાથ આપ્યો. અનુભવ કહે છે કે તેમને છેલ્લા વર્ષોના પેપરો જોયા અને પછી નોટ્સ તૈયાર કરી. ઓનલાઇન વિડીયો જોયા, કોચિંગ જઈને તૈયારી કરી. તેઓએ જણાવ્યું કે વિભા રોજ સવારે 5 વાગે ઉઠતી અને ઓફિસ જતી, જયારે તેઓ 7 વાગે ઉઠતા અને નોટ્સ બનાવતા. આ પછી તેઓ બંને સાથે મળીને વાંચતા. તેઓએ હિન્દી ગ્રંથ અકાદમીના પુસ્તકો પણ વાંચ્યા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks