ચીને કપલને આપી મોતની સજા : બંનેએ 15માં માળથી બાળકોને ફેંકી દીધા હતા, અકસ્માતમાં ખપાવવાની કરી હતી કોશિશ

હે ભગવાન, મેરેજ માટે આ નરાધમ કપલે પોતાના જ બાળકોને 15માં માળેથી ફેંક્યા હૈયું હચમચાવતો કિસ્સો

ચીનમાં બુધવારે એક કપલને મોતની સજા આપવામાં આવી કારણ કે બંનેને બે બાળકોના મોત માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. મૃતક બાળકોના પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ઝાંગ બો અને યે ચેંગચેન અગાઉ દક્ષિણ પશ્ચિમ ચીનના ચોંગકિંગમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 15માં માળેથી બે વર્ષની છોકરી અને એક વર્ષના છોકરાને ફેંકી દેવા માટે જવાબદાર હોવાનું જણાયું હતું.

આ ઘટના નવેમ્બર 2020ની છે. આ પછી, તેમને ડિસેમ્બર 2021માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા બે લોકોના નામ ઝાંગ બો અને યે ચેંગચેન છે. ઝાંગ બો પર તેના પોતાના બાળકોની હત્યાનો આરોપ હતો અને ગર્લફ્રેન્ડ પર હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. ચીનની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં મૃત્યુદંડને મંજૂરી આપ્યા બાદ બુધવારે ફાંસી આપવામાં આવી હતી. 15માં માળેથી ફેંકાયેલા બાળકો ઝાંગ બોના હતા. બે બાળકોના પિતા ઝાંગ બોનું યે ચેંગચેન સાથે અફેર હતુ.

જો કે, શરૂઆતમાં ચેંગચેન અજાણ હતી કે તેનો પ્રેમી પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. યે ચેંગચેન બાળકોને ઉછેરવા માંગતી નહોતી એટલે તેણે ઝાંગ બોને બાળકોની હત્યા કરવાનું કહ્યું. નવેમ્બર 2020માં ઝાંગે તેના બાળકોને માતાની ગેરહાજરીમાં એપાર્ટમેન્ટની બારીમાંથી ફેંકી દીધા હતા. નવેમ્બર 2021માં ટાવર બ્લોક નામની ઇમારતથી બે બાળકોના પડવાની ખબર સામે આવી હતી, જેમની ઓળખ બે વર્ષિય ઝાંગ રુઈશુ અને એક વર્ષિય ઝાંગ યાંગરુઈ તરીકે થઈ હતી.

બિલ્ડીંગ પરથી પડવાને કારણે રૂઈશુનું મોત થયું હતું. જ્યારે યાંગરુઇનું થોડા સમય બાદ હોસ્પિટલમાં મોત થયું હતું. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ બંને બાળકો ઝાંગ બો નામના વ્યક્તિના છે. ત્યારે પૂછપરછ દરમિયાન ઝાંગે કહ્યું હતું કે જ્યારે તેના બાળકો બિલ્ડિંગ પરથી પડ્યા ત્યારે તે સૂતો હતો. જો કે કડક પૂછપરછ દરમિયાન ઝાંગ બોએ પોતાનો ગુનો કબૂલી લીધો.

28 ડિસેમ્બર 2021ના ​​રોજ કોર્ટે ઝાંગ બો અને તેની ગર્લફ્રેન્ડ યે ચેંગચેનને મૃત્યુદંડની સજા સંભળાવી. પોલીસે જણાવ્યું કે ઝાંગ બો તેની પત્નીને છૂટાછેડા આપવાનો હતો. ઝાંગ બોની પૂર્વ પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે ઝાંગે પરિણીત હોવા છતાં યે ચેંગચેનને તેની ગર્લફ્રેન્ડ બનાવી. તે તેને છૂટાછેડા આપી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ ચેંગચેન બાળકોને સાથે રાખવા માંગતી નહોતી. માટે તેણે ઝાંગ બોને બાળકોની હત્યા કરવાનું કહ્યુ.

Shah Jina