આપણે ઘરની સાફ-સફાઈ કરીએ ત્યારે ઘરમાંથી જે નકામી વસ્તુ હોય છે તેને આપણે ફેંકી દઈએ છીએ હવા તો કોઈને આપી દઈએ છીએ. પરંતુ અપને ઘણી વાર ભૂલી જતા હોય છે કે નકામી રાખેલી ચીજમાં પણ કયારેક કામની ચીજ રાખી દેતા હોય છે. કામની ચીજ ફેંકાઈ જાય છે જેના કારણે પસ્તાવાનો વારો આવે છે. પરંતુ હાલમાં વિદેશમાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે.

થોડા સમય પહેલા એક કપલે જવેલરી બોક્સને કચરામાં ફેંકી દીધું હતું. આ જવેલરી બોક્સમાં ડાયમંડની વેડિંગ અને એંગેજમેન્ટ રિંગ હતી. બાદમાં આ બોક્સ મળી ગયું હતું, પરંતુ આ ગોતવા માટે કચરાના ઢગલામાં શોધખોળ કરવી પડી હતી. હાલમાં જ લંડનમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક કપલે ઘરની સાફ-સફાઈ કર્યા બાદ કચરાની સાથે સાથે 14 લાખ રૂપિયા પણ ફેંકી દીધા હતા.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડના બર્નહૈમ ઓન સીના એક કપલે તેના સંબંધીના મોત બાદ તેના ઘરની સાફ-સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. સાફસફાઈ દરમિયાન જુના ડબ્બાને કચરામાં ફેંકી દીધા હતા. આ ડબ્બા મિડસોમેર નોર્ટમના રિસાયક્લિંગ સેન્ટરમાં આપ્યા હતા. પરંતુ આ સેન્ટરના કર્મચારીએ આ ડબ્બાની તપાસ કરી તો તે હેરાન રહી ગયો હતો. કર્મચારીને આ એક ડબ્બામાંથી 15 હજાર પાઉન્ડ એટલે કે, અંદાજિત 14 લાખ રૂપિયા મળ્યા હતા.

સેન્ટરના કર્મચારીએ આ પૈસાની ઈમાનદારી દેખાડી સોમરસેટ પોલીસને જાણ કરી હતી. પોલીસે સેન્ટરના સીસીટીવી ફૂટેજના આધારે જે કપલ કચરામાં ફેંકી ગયું હતું તેની કારનો નંબર કાઢ્યો હતો. કારનો નંબર કાઢ્યા બાદ આ કપલના ઘર સુધી પહોંચી હતી. પોલીસ પુછપરછમાં આ કપલે જણાવ્યું હતું કે, આ પૈસા તેના સંબંધીના હતા જેને પૈસા ડબ્બામાં ભેગા કરવાની ટેવ હતી. કપલની જાણકારીથી સંતુષ્ટ થયા બાદ પોલીસે આ પૈસા આ કપલને સોંપ્યા હતા.
પોલીસે આ કપલને પૈસા આપી દીધા બાદ રિસાયક્લિંગ સેન્ટરના કર્મચારીની ઈમાનદારીની તારીફ કરી હતી. જેની જાણકારી પોલીસે તેની ફેસબુક પોસ્ટ પર આપી હતી. પોલીસે ફેસબુક પર કર્મચારીની ઈમાનદારીની તારીફ કરતા જણાવ્યું હતું કે, કર્મચારીની ઇમાનદારી વગર કયારે પણ પૈસાની ખબર જ ના પડત.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.