લો બોલો… ધોધમાર વરસાદમાં પણ ના અટક્યા લગ્ન, આકાશમાંથી વરસાદ વરસતો રહ્યો અને વર કન્યા જમીન પર ફેરા લેવા લાગ્યા, વીડિયો વાયરલ

ધોધમાર વરસાદમાં ફેરા લઇ રહેલા આ કપલને જોઈને લોકોને પણ પડી ગઈ જબરી મજા, એવી એવી કોમેન્ટ કરી કે… જુઓ વીડિયો

Wedding In Rain : હાલ ગુજરાત સમેત દેશભરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે કેટલાક પ્રસંગો પણ હોલમાં રાખવામાં આવે છે કે પછી પાછળ પણ ઠેલી દેવામાં આવતા હોય છે. પરંતુ વાતવરણ ચોખ્ખું હોય ત્યારે ખુલ્લામાં પણ લગ્ન પ્રસંગો યોજાતા હોય છે. ખાસ કરીને ગામડામાં હોલની વ્યવસ્થા ના હોવાના કારણે ખુલ્લા ખેતરમાં લગ્ન પણ થતા હોય છે.

પરંતુ જો આવા લગ્નમાં પણ વરસાદનું વિઘ્ન આવી જાય તો બંને પક્ષની હાલત એકદમ ખરાબ થઇ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પણ આવું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં વર-કન્યા ફેરા લઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. આ છતાં બંને મંડપમાં ફેરા લેવા લાગ્યા. તેમની સાથે એક માસી પણ જોવા મળે છે, જે દુલ્હનના લહેંગાને સાચવતા હતા. આ ક્લિપ જોયા બાદ યુઝર્સને મજા પડી રહી છે.

આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર @giedde નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે “જ્યારે ભગવાન તમને સંકેત આપી રહ્યા છે.” 19 જૂને શેર કરવામાં આવેલ વીડિયોને લગભગ 3,300થી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું “કાકીએ પણ સાત ફેરા લીધા.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ કપલ વરસાદમાં લગ્ન કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હોય. અગાઉ, ભારે વરસાદ વચ્ચે વર-કન્યા છત્રી લઈને ફરતા હોવાની ઘણી ચર્ચા હતી. આ કપલને જોઈને જ્યાં એક તરફ લોકો મજાક ઉડાવી રહ્યા છે. તો ત્યાં, કેટલાક તેના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. તેમના દૃષ્ટિકોણથી, આ સાચા પ્રેમની વ્યાખ્યા છે. તેમને જોઈને દરેક વ્યક્તિએ શીખવું જોઈએ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પ્રેમ તમારી સાથે હોય તો અંતે બધું સારું થઈ જાય છે.

Niraj Patel