હવે ગુજરાતીઓ પણ શરમ ભૂલી રહ્યા છે, સુરતમાં ચાલુ એમ્બ્યુલન્સમાં જ કપલ કરી રહ્યું હતું કામલીલા, રસ્તે જતા લોકોના કેમેરામાં કેદ થઇ ઘટના

સુરતમાં રોડ પર દોડતી એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા, યુવક-યુવતીનો રંગરેલિયા કરતા વીડિયો વાઈરલ

Couple Romance In Ambulance : ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને લઈને ગુજરાતની ગરિમા શર્મસાર થતી હોય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના રંગીલા સુરતમાંથી સામે આવી છે. જેમાં એક કપલ ચાલુ એમ્બ્યુલન્સમાં જ રોમાન્સ કરતું કેમેરામાં કેદ થઇ ગયું હતું. રાહદારીઓ દ્વારા આ ઘટનાનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો અને જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એમ્બ્યુલન્સમાં ચુંબન કરી રહ્યું હતું કપલ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલા સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ અશ્લીલ હરકત કરી રહ્યું હતું. જે સાઈડ પર લાગેલા કાચમાંથી સ્પષ્ટ દેખાતું હતું. આ કપલ એકબીજાના હોઠમાં હોઠ પરોવીને ચુંબન કરી રહ્યું હતું. ત્યારે જયારે આ એમ્બ્યુલન્સ દોડી રહી હતી અને ત્યારે બાજુમાંથી પસાર થતા એક રાહદારીએ પણ આ ઘટનાને જોઈ અને તેને પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયો કેદ કરી લીધો હતો.

રાહદારીએ બનાવ્યો વીડિયો :

જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ હડકંપ મચી ગયો હતો. દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સમાં આ પ્રકારે કપલની અશ્લીલ હરકતો જોવા મળવાના કારણે સુરતવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રર થઇ હોવાનું પણ સામે આવ્યું છે. જેનું એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે.

Niraj Patel