વાયરલ

કયારેક પ્રિન્ટિંગ પ્રેસનું માલિક હતું આ દંપતી, પરંતુ કિસ્મત એવું બદલાયું કે આજે રોડ પર વેચી રહ્યા છે કઢી અને રાજમાં ચાવલ, કહાની આંખોમાં આંસુ લાવી દેશે.. જુઓ વીડિયો

રોડ ઉપર ઉભા રાખીને રાજમાં, કાઢી અને ચાવલ વેચી રહેલા આ કપલની કહાની છે ખુબ જ દીલચપ્સ… એવી મજબૂરીમાં ધંધો શરુ કર્યો કે… જુઓ વીડિયો

છેલ્લા થહોડા વર્ષોની અંદર ઘણા લોકોની પરિસ્થિતિઓ સાવ બદલાઈ ગઈ. કારણ કે કોરોનાના કારણે કેટલાય રોજગાર ધંધા ઠપ પડી ગયા હતા ને કેટલાય લોકોને નોકરીમાંથી પણ છુટા કરવામાં આવ્યા. જેના બાદ ઘણા લોકોની કહાનીઓ સામે આવી રહી છે જેમને નોકરી ધંધો છૂટ્યા બાદ કોઈ નવી શરૂઆત કરી.

આવી જ એક કહાની ફરીદાબાદમાંથી સામે આવી છે. જ્યાં એક દંપતી અગાઉ પ્રિન્ટિંગ પ્રેસની માલિકી ધરાવતા હતા, તેમને લોકડાઉન દરમિયાન ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું અને હવે તેઓ ફૂડ સ્ટોલ ચલાવી રહ્યા છે. તેનો એક વીડિયો ફૂડ બ્લોગર જતિન સિંહે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ક્લિપમાં, કપલ ફરીદાબાદના ગેટ નંબર 5 પાસે ગ્રીનફિલ્ડ કોલોનીમાં સ્થિત તેમના સ્ટોલ પર ઊભેલા જોઈ શકાય છે.

આ નાના વીડિયોમાં તે વ્યક્તિ કહે છે, “હું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન તે બંધ થઈ ગયું. પછી, મેં થોડો સમય નોકરી કરી, પરંતુ અમારા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે વધુ પૈસાની જરૂર હતી. તેથી, મારી પત્ની અને મેં અમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે અમે જાણતા હતા કે કેવી રીતે રાંધવું.”

 

View this post on Instagram

 

A post shared by Jatin singh (@foody_jsv)

ક્લિપમાં આગળ જોઈ શકાય છે કે તે કેવી રીતે તેના ગ્રાહકોને લીલી ચટણી સાથે કઢી ચાવલ અને રાજમા ચાવલ પીરસે છે. બંને વાનગીઓની કિંમત 40 રૂપિયા પ્રતિ પ્લેટ છે. એક અઠવાડિયા પહેલા શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વિડિયોને Instagram પર 6 લાખથી વધુ વ્યૂઝ અને 29k થી વધુ લાઈક્સ મળી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “આ કપલ શેરીમાં રાજમા ચાવલ વેચી રહ્યું છે.”