પતિ અને પત્નીને મજાક કરવો પડી ગયો ભારે… પ્રેમ બતાવવાનો દાવો કરવામાં થઇ ગયું એવું કે ચાલ્યો ગયો પત્નીનો જીવ

દરેક પતિ પત્ની પોતાના જીવનને ખુશ ખુશાલ રીતે જીવવા માંગે છે, જેના કારણે તે પોતાના જીવનમાં મજાક મસ્તી પણ કરતા રહેતા હોય છે. વારંવાર એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ તે અભિવ્યક્ત કરતા હોય છે. પરંતુ ઘણીવાર મજાક પણ જીવલેણ બની જતો હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પતિ પત્નીના મજાકમાં એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો.

આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે પંજાબના મોગામાંથી જ્યાં મજાક મજાકમાં જયારે પત્ની પત્ની વચ્ચે તકરાર શરૂ થઇ ગઈ તો કોણ કોના કહેવા ઉપર શું કરી શકે છે, તે હદ સુધી વાત પહોંચી ગઈ.

બંનેએ કોલ્ડ્રીંકની અંદર ઉંદર મારવાની દવા નાખીને પી લીધી. જેના બાદ જયારે બંનેની હાલ ગંભીર થવા લાગી પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ત્યાં મહિલાએ દમ તોડી દીધો. અને પતિ હાલમાં સ્થાનિક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પતિની હાલત હાલમાં ખતરાથી બહાર છે.

બંનેના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા અને તેમને એક વર્ષની એક દીકરી પણ છે. મૃતક પત્નીનું નામ મનપ્રિત કૌર છે જયારે તેના પતિનું નામ હરજીન્દર સિંહ છે. મહિલાના પરિવારજનોની સહમતી બાદ તેના શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું.

આ મામલામાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘરમાં બંનેએ મજાક મજાકમાં એ અજમાવવા કે પતિ પત્ની એક બીજાના કહેવા ઉપર કઈ હદ સુધી જઈ શકે છે. શું કરી શકે છે. જેના બાદ બંનેએ કોઈ પીણાંની અંદર ઝેરીલી દવા પી લીધી જેના કારણે મનપ્રીતની મોત થઇ ગઈ.

Niraj Patel