રન-વે પર પ્લેન્ટ ટ્રક સાથે અથડાતા જ સર્જાઈ મોટી દુર્ઘટના, પ્લેનમાંથી હેમખેમ બહાર નીકળેલા કપલે શેર કરી એવી સેલ્ફી કે થઇ ગઈ વાયરલ, જુઓ
દેશ અને દુનિયાભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે, આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે, જેમાં અકસ્માત જોઈને આપણા મોઢામાંથી પણ ચીસ નીકળી જતી હોય છે. કેટલાક અકસ્માતમાં લોકો માંડ માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ પણ રહે છે, ત્યારે હાલ એવા જ એક અકસ્માત બાદ પોતાનો જીવ બચાવી ચૂકેલા એક કપલની સેલ્ફી વાયરલ થઇ રહી છે.
વાયરલ થઇ રહેલી તસ્વીરમાં એક કપલ જોવા મળી રહ્યું છે. તેમની પાછળ એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈને પડ્યું છે. આસપાસ બરફ પણ પડી રહ્યો છે. ત્યારે આ કપલે તસવીર શેર કરવાની સાથે એક શાનદાર કેપશન પણ લખ્યું છે, કપલે લખ્યું છે કે, “જ્યારે જિંદગી તમને બીજો મોકો આપે.” આ તસવીર હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહી છે જેને બે લાખ કરતા વધારે લોકોએ લાઈક કરી છે.

આ અકસ્માત 18 નેવેમ્બરના રોજ થયો હતો. જેમાં લાટમ એરલાઇન્સનું એક પ્લેન પેરુની રાજધાની લીમાથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે જ તેની સામે ફાયર વિભાગની એક ટ્રક આવી ગઈ અને તેની સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અકસ્માતમાં પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત પણ થઇ ગયું હતું.
Cuando la vida te da una segunda oportunidad #latam pic.twitter.com/Vd98Zu98Uo
— Enrique Varsi-Rospigliosi (@enriquevarsi) November 18, 2022
પરંતુ સારી વાત એ રહી કે પ્લેનમાં રહેલા ક્રૂ સદસ્યો સહીત 120 યાત્રિકોને કોઈ નુકશાન થયું નહોતું અને તેમને સફળતા પૂર્વક પ્લેનની બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ ફાયર વિભાગની ટ્રકમાં સવાર બે લોકો મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ કપલ બહાર આવ્યું અને ક્ષતિગ્રસ્ત પ્લેન સાથે તેમને આ સેલ્ફી લીધી હતી. સેલ્ફી લેનાર વ્યક્તિનું નામ Enrique Varsi-Rospigliosi છે. અને તસવીરમાં તે પોતાની પત્ની સાથે જોવા મળી રહ્યો છે.