જમીન ઉપર નહિ પરંતુ આકાશમાં હજારો ફૂટની ઊંચાઈ ઉપર આ કપલે કર્યા લગ્ન, ક્રૂ મેમ્બર અને યાત્રીઓ બન્યા મહેમાનો, જુઓ અનોખા લગ્નની શાનદાર તસવીરો

આપણા દેશમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે.  આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી હોય છે, ઘણીવાર લગ્નમાં એવી અદભુત વસ્તુઓ બનતી હોય છે, જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ લગ્ન ચર્ચામાં રહ્યા છે, જેમાં આ લગ્ન જમીન ઉપર નહિ પરંતુ આકાશમાં થયા છે.

લગ્ન માટે જઈ રહેલા કપલની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. ઉતાવળમાં તેઓ બીજા પ્લેનમાં બેસીને લગ્ન સ્થળ તરફ રવાના થયા. આ દરમિયાન ફ્લાઈટમાં કંઈક એવું બન્યું કે બંનેએ હવામાં જ લગ્ન કરી લીધા. આ લગ્નમાં અન્ય મુસાફરો, વિમાનના ક્રૂ મેમ્બર્સ વગેરે તેમના મહેમાન બન્યા હતા. એરલાઈન્સ કંપનીએ પોતે લગ્નની તસવીરો શેર કરતા આખી વાત જણાવી છે.

વાસ્તવમાં અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં રહેતા પેમ પેટરસન અને જેરેમી સાલ્ડા તેમના લગ્ન માટે લાસ વેગાસ જઈ રહ્યા હતા. પછી તેમને ખબર પડી કે તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. જેના કારણે તેને લગ્નની યોજના મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેમને ક્રિસ નામનો એક માણસ મળ્યો, જેમણે કહ્યું કે તે તેમના લગ્ન કરાવી શકે છે.

ત્રણેય તરત જ સાઉથવેસ્ટ એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવી અને લગ્ન સ્થળ માટે રવાના થઈ ગયા. આ દરમિયાન પેટરસન અને સલડાએ લગ્ન માટેના ડ્રેસ પહેર્યા હતા. તેમને જોઈને પ્લેનના પાયલોટે મામલો પૂછ્યો. દંપતીએ જણાવ્યું કે તેઓ લગ્ન માટે જઈ રહ્યા હતા, પરંતુ તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ.

આ દરમિયાન પેટરસને મજાકમાં પાયલોટને કહ્યું કે હવે તે પ્લેનમાં જ લગ્ન કરવા જઈ રહ્યો છે. પછી શું હતું, પાયલોટે પણ હા પાડી અને પ્લેનના ક્રૂ મેમ્બરોએ પેટરસન અને સલદાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. શુક્રવારે પેટરસન અને સાલ્ડાએ ઉડતા વિમાનની અંદર લગ્ન કર્યા. જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.

સાઉથવેસ્ટ એરલાઈન્સે પ્લેનની અંદરના આ અનોખા લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં દુલ્હન પ્લેનની અંદર ગુલદસ્તો લેતી જોઈ શકાય છે. સહ-યાત્રીઓ અને ફ્લાઇટ સ્ટાફ કપલને ઉત્સાહિત કરી રહ્યા છે. ફોટોગ્રાફર તસવીરો લઈ રહ્યો છે. એક નકલમાં મુસાફરોએ લગ્નના મહેમાન તરીકે પણ સહી કરી હતી.

આ પોસ્ટને ફેસબુક પર લાખો લાઈક્સ મળી છે. તેના પર હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે. આ પોસ્ટને લગભગ ઘણા બધા લોકોએ શેર પણ કરી છે. યુઝર્સ પ્લેનમાં આ લગ્નને ખૂબ જ અનોખા લગ્ન કહી રહ્યા છે.

Niraj Patel