આ કપલે મેટ્રોમાં મનાવી પોતાના લગ્નની વર્ષગાંઠ, આખા કોચને સજાવી દીધો બેડરૂમની જેમ, તસવીરો થઇ વાયરલ

મેટ્રોના કોચને જબરદસ્ત શણગારીને આ કપલે ઉજવી લગ્નની વર્ષગાંઠ, અન્ય પેસેન્જરો પણ થયા તેમની ખુશીમાં સહભાગી, જુઓ તસવીરો

Couple Marriage Anniversary celebration in metro : સોશિયલ મીડિયામાં મેટ્રોમાં થતી હરક્તોના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં મેટ્રોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને કોઈનું પણ મોઢું શરમથી ઝૂકી જાય. ઘણા કપલ મેટ્રોમાં રોમાન્સ કરે છે, તો ક્યારેક કોઈ બિકીની પહેરીને પણ આવી જાય છે, પરંતુ હાલ એક ઘટનાની તસવીરો સામે આવી છે જેમાં એક કપલની મેરેજ એનિવર્સરી મેટ્રોમાં ઉજવાતી જોવા મળી રહી છે.

આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. જ્યાં એક કપલે મેટ્રો કોચમાં પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ખુદ યુપી મેટ્રો રેલ કોર્પોરેશને તેમના સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. ફોટોમાં જોઈ શકાય છે કે મેટ્રો કોચને ખાસ રીતે સજાવવામાં આવ્યો છે. આ તસવીરો ‘ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન’ (@OfficialUPMetro)ના ટ્વિટર હેન્ડલ દ્વારા 21 જૂને પોસ્ટ કરવામાં આવી હતી.

તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું “કાનપુર મેટ્રોએ પૂનમ વર્મા અને પ્રયાસ કુમાર સિંહની લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવી. તેઓએ ખાસ શણગારેલા મેટ્રો કોચમાં તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી અને મેટ્રોમાં મુસાફરી પણ કરી. તેમના આનંદમાં મેટ્રો પરિવારની સાથે અન્ય મુસાફરો પણ જોડાયા હતા. યુપી મેટ્રો: સપના સાકાર થઈ રહ્યા છે.”

આ સમાચાર લખાય છે ત્યાં સુધી 17 હજારથી વધુ વ્યૂઝ અને 160થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ લોકોએ પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ ડીએમઆરસીને ટેગ કરીને પૂછ્યું કે શું દિલ્હી મેટ્રોમાં પણ આ શક્ય છે. જ્યારે બીજાએ લખ્યું- અહીં પાર્ટી કરવાનો કેટલો ખર્ચ થાય છે?આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel