ફેસબુક પર પ્રેમ થયો તો લગ્ન કરી લીધા, ત્રણ મહિના બાદ જ પ્રેમીએ કરી લીધી આત્મહત્યા

ખુશી ખુશી થયેલા લગ્નમાં કેમ પ્રેમીએ સ્યુસાઇડ કર્યું? જાણો સમગ્ર વિગત

પ્રેમ એક અહેસાસ છે જેમાં વિશ્વાસ હોય છે. તેની ગાંઠ ઘણી મજબૂત હોય છે, એવું કહેવામાં આવે છે. પરંતુ બધા પ્રેમનો અંત હેપ્પી એન્ડિંગ નથી હોતો. કોઇક લવ સ્ટોરીનો અંત દર્દનાક પણ હોય છે. આવો જ કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. પ્રેમમાં સમજદારીની અછત સર્જાય તો કયારેક કયારેક અંત દુખદ હોય છે કે જે સાંભળે તે હેરાન રહી જાય છે.

ઔરંગાબાદના રવિ રાજ ઉર્ફે બિટ્ટુએ ફેસબુક ફ્રેન્ડ સાથે ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. તે આરામાં કામ કરતો હતો. એક દિવ ઝઘડો કર્યા બાદ તેણે નારાજ થઇને એવું પગલુ ભર્યુ કે દુનિયા જ બદલાઇ ગઇ. શહેરના ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારના જૂની પોલિસ લાઇન સ્થિત પોલિસ ક્વાર્ટરના એક ફ્લેટમાં એસઆઇના ડ્રાઇવરે ફાંસી લગાવી શનિવારે આત્મહત્યા કરી દીધી.

મૃતકની ઓળખ ઔરંગાબાદ જિલ્લાના રફીગંજ ગામ નિવાસી ગોપાલ પ્રસાદ ગુપ્તાના 25 વર્ષના દીકરા રવિ રાજ ઉર્ફે બિટ્ટુ તરીકે થઇ છે. તે એસઆઇનું પ્રાઇવેટ વાહન ચલાવતો હતો. તેની પત્ની પુષ્પાએ જણાવ્યુ કે, તે બંનેનો ફેસબુક પર સંપર્ક થયો હતો અને વાતચીત બાદ પ્રેમ થઇ ગયો હતો.

બંને પહેલીવાર 28 જાન્યુઆરીએ પટનામા મળ્યા અને પ્રેમનો સિલસિલો શરૂ થઇ ગયો. તે બાદ બંને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે બીજીવાર એકબીજાને મળ્યા અને તે બાદ તેમનો મળવાનો સિલસિલો ચાલતો રહ્યો. એક મહિના બાદ બંનેને 14 માર્ચના રોજ ફતુહાના એક મંદિરમાં લગ્ન કરી લીધા. બંને પટના સિટીમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.

રવિ રાજ અને પુષ્પા વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યુ હતુ અને આ વચ્ચે બુધવારે સવારે બંનેનો એક નાની વાતને લઇને ઝઘડો થઇ ગયો જે બાદ તેનો પતિ રવિ રાજ ગુસ્સામાં ચાલ્યો ગયો. શનિવારે સવારે મૃતકની પત્ની અને પરિવારજનોને ફોનથી સૂચના મળી કે તેણે આત્મહત્યા કરી લીધી છે.

સૂચના મળતા પરિવારજન હોસ્પિટલ પહોંચ્યા અને અગ્નિસંસ્કાર માટે મૃતદેહને લઇને ગામ ચાલ્યા ગયા. હજી મૃતકની આત્મહત્યાનું કારણ પૂરી રીતે સ્પષ્ટ થઇ શક્યુ નથી. આ ઘટના બાદ તો પરિવાર અને રવિની માતાનો રોઇ રોઇને ખરાબ હાલ છે.

Shah Jina