આ કપલ 2 ભૂતો સાથે રહે છે તેમના ઘરે, ભૂતને આપી રાખી છે બાળકોની જવાબદારી

આ દંપતીએ તો બાળકોને રમાડવા જ રાખ્યા છે ભૂત.. ભૂત જ કરે છે બાળકોની દેખભાળ..જુઓ PHOTOS

ભૂત વિશે સાંભળીને લોકો ભાગી જાય છે, પરંતુ એક કપલ એવું છે કે જેઓ તેમના ઘરમાં  ભૂતો સાથે જ રહે છે.  તેમને આ ભૂત સાથે રહેવાની આદત પડી ગઈ છે અને કપલને તેમનાથી કોઈ ખતરો નથી લાગતો. લેની ક્લાર્ક અને બેન નામના કપલનું કહેવું છે કે તેમના ઘરમાં 2 ભૂત હંમેશા હાજર હોય છે. આ કપલ વર્ષ 2018માં આ ઘરમાં શિફ્ટ થયું હતું. શરૂઆતમાં ઘરમાં બધું સારું હતું, પરંતુ તેમને અહીં વિચિત્ર અવાજો સંભળાતા હતા. કયારેક કોઇના ચાલવાનો અવાજ આવતો હતો તો કયારેક તૂટવાના બનાવો બનતા હતા. તેમને ભૂતના અસ્તિત્વ વિશે સૌપ્રથમ ત્યારે ખબર પડી જ્યારે તેણે લેનીને તેના નામથી બોલાવી.

એક સાંજે, જ્યારે લેની અને બેન ટીવી જોઈ રહ્યા હતા, ત્યારે તેઓએ અલમારી પરનો છોડ જાતે જ નીચે સરકતો જોયો. આટલું જ નહીં, લેનીના ગળાના પાછળના ભાગના વાળ પણ ઉભા થઈ ગયા. આવી સ્થિતિમાં તેને ખાતરી થઈ ગઈ કે ઘરમાં ભૂત છે. તેણે ઘર શિફ્ટ કરવા માટે ઘણા પૈસા રોક્યા હોવાથી, તે ત્યાંથી જવા માંગતી ન હતી. જ્યારે તેણે નિષ્ણાતો સાથે વાત કરી તો તેને ખબર પડી કે તેના ઘરમાં ડેવ અને એન્ડી નામના બે ભૂત રહે છે.

ડેવ પહેલેથી જ અહીં હતો, જેનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે એન્ડી ત્યાં પાછળથી આવ્યો હતો. ભૂત સાથે રહેતી વખતે તેમના નામ પણ જાણવા મળ્યા અને તેમની સાથે રહેતા કપલને ડર પણ ન લાગ્યો. જ્યારે લેની ગર્ભવતી હતી, ત્યારે તેણે ડેવ અને એન્ડીને પૂછવા માટે ઓજિયા બોર્ડનો પણ ઉપયોગ કર્યો હતો કે શું તેઓ તેમના બાળકની સુરક્ષાનું ધ્યાન રાખશે. આના પર તેઓ બંને સંમત થયા

ડેવ નામના ભૂતે પણ કહ્યું કે તેમનું બાળક એક છોકરો છે. આ ભવિષ્યવાણી સાચી પડી અને તેનો વિશ્વાસ વધુ મજબૂત થયો. લેની અને બેન કહે છે કે તેમના ઘરમાં કંઈ ખોટું નથી, પરંતુ બહારથી આવતા લોકોને તે ડરામણું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Lainey and Ben (@lainey_and_ben)

Shah Jina