લગ્નના 20 વર્ષ પૂર્ણ થવા ઉપર આ કપલે હોટલમાં જમવા માટે પહોંચ્યું, વેટરને આપી આટલા લાખ રૂપિયાની બક્ષિસ

સામાન્ય રીતે મોટાભાગના લોકો હોટલમાં જમવા માટે જતા હોય છે ત્યારે તે વેટરને બક્ષિસ આપતા હોય છે. બિલમાંથી ઉપર વધેલા 10-20 કે 50-100 રૂપિયા સુધી સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ બક્ષિસ આપે છે. હોટલનો વેટર પણ સારી સર્વિસ આપીને બક્ષિસની ઈચ્છા રાખતો હોય છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિએ વેટરને એક-બે કે પાંચ હજાર સુધીની બક્ષિસ આપી હશે, પરંતુ તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ વેટરને લાખો રૂપિયા બક્ષિસ આપે ?

આ હકીકત છે. શિકાગોમાં આવેલા ક્લબ લકી રેસ્ટોરન્ટમાં એક કપલ જમવા માટે પહોંચ્યું હતું અને તેને વેટરને 2 હજાર ડોલર એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયાની બક્ષિસ આપી છે. આ વાતની જાણકારી રેસ્ટોરન્ટ દ્વારા ફેસબુકના માધ્યમથી આપવામાં આવી છે. વેટરને મળેલી આ શાનદાર બક્ષિસથી તે ખુબ જ ખુશ છે અને શિકાગોમાં પણ આ રેસ્ટોરન્ટની ખુબ જ ચર્ચા થઇ રહી છે.

ફેસબુક ઉપર રેસ્ટોરન્ટ દ્વારા જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે આ કપલ 20 વર્ષ પહેલા અહીંયા જ પહેલીવાર મળ્યા હતા. તે આજ દિવસે અહીંયા આવે છે. 20 વર્ષ પૂર્ણ થવા ઉપર તેમને ઉજવણી કરી અને વેટરને 2000 ડોલરની બક્ષિસ આપી.

રેસ્ટોરન્ટ દ્વારા ફેસબુક ઉપર બિલની એક તસ્વીર પણ શેર કરવામાં આવી છે સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “ગેસ્ટની પહેલી ડેટ અમારી રેસ્ટોરન્ટમાં જ કરવામાં આવી હતી. તે 20 વર્ષથી 12 ફેબ્રુઆરીના રોજ સતત ક્લબ લકીમાં આવે છે. આ કપલ દર વર્ષે 7:30 કલાકે બુથ 46 ઉપર જ આવે છે. અમે તેમને દર વર્ષે આજ સીટનું રિઝર્વેશન આપીએ છીએ.  તેમના જીવનમાં આ ખાસ તારીખ ખુબ જ મહત્વ રાખે છે. તેમની સાથે અમે પણ ઉજવણી કરીએ છીએ. આવા મુશ્કેલ સમયમાં કપલનું આવું કામ કરવું અમને હિંમત આપે છે. અમે તેમનો ખુબ જ આભાર વ્યક્ત કરીએ છીએ.”

સોશિયલ મીડિયા ઉપર પણ હવે આ કપલનું ખુબ જ પ્રસંશા થઇ રહી છે. ઘણા લોકો વેટરને આ ભેટ આપવા માટે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તેમને એનિવર્સરીની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

Niraj Patel