ચાલુ બાઇકમાં યુવક યુવતીને ચઢેલું રોમાન્સનું ભૂત પોલીસે ઉતાર્યું, વીડિયો વાયરલ થયા બાદ કરી એવી હાલત કે… જુઓ
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તમે ઘણા યુવાનોને એવા એવા દિલધડક સ્ટન્ટ કરતા જોયા હશે જેના વીડિયો જોઈને આપણા મોઢામાંથી પણ આહ નીકળી જાય. ઘણા લોકો આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં મોતને પણ સામેથી જ આમંત્રણ આપી દેતા હોય છે, ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે ફિલ્મોમાં બતાવવામાં આવતા સ્ટન્ટ રિયલમાં પણ કરવા માટે જતા હોય છે.
હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરીને બાઈકની ટાંકી પર ઊંધી બેસાડીને ચાલુ બાઇકે જ તેની સાથે રોમાન્સ કરવામાં મશગુલ હતો, ત્યારે પાછળથી આવતા કોઈ કાર ચાલકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો અને પછી પોલીસે તેની હીરોગીરી ઉતારી દીધી.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના આંધ્રપ્રદેશની છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કપલની ધરપકડ કરી લીધી છે, જે ચાલુ બાઇકે જ રોમાન્સ ફરમાવી રહ્યા હતા. આ મામલામાં વિશાખાપટ્ટનમના પોલીસ અધિકરી સીએચ શ્રીકાંત દ્વારા લોકોને નિયમોના પાલન કરવાની પણ સૂચના આપી હતી અને નિયમ તોડવા પર વાહન જપ્તી સહીત કઠોર દંડની પણ ચેતવણી આપી.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022
આ ઘટનાનો વીડિયો 29 ડિસેમ્બરના રોજ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના કેપશનમાં લખવામાં આવ્યું હતું કે, “વિશાખા પટ્ટનમના લવર્સ એક્શનમાં. યુવક હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોમાં નજર આવી રહેલા યુવકની ઉંમર 22 વર્ષ છે, જ્યારે યુવતીની ઉંમર 19 વર્ષની છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ.