કોરોનાના કહેરથી ધ્રુજી ઉઠ્યું છે ચીન, કોરોના પ્રુફ છત્રી લઈને ખરીદી કરવા માટે નીકેળેલા એક કપલનો વીડિયો થયો વાયરલ, જુઓ

કોરોનાથી બચવા માટે આ કપલે અપનાવ્યો અનોખો જુગાડ, હાથમાં લીધી કોરોના પ્રુફ છત્રી, જુઓ વીડિયો

કોરોનાએ ફરી પાછું માથું ઊંચક્યું છે અને કોરોનાના કારણે કસૌથી વધારે ખરાબ હાલત ચાઈનાની થઇ ગઈ છે. ચાઈનામાં રોજ લાખો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે અને હજારો લોકોના મોત પણ થઇ રહ્યા છે. ત્યારે ઘણા લોકો કોરોનાની ચપેટમાં ના આવે તેના માટે થઈને અવનવા કામો પણ કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કોરોનાથી બચવા માટે છત્રી લઈને જતા જોવા મળે છે.

આ વીડિયો પીપલ્સ ડેઈલી ચાઈના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ કપલમાં સેલ્ફ પ્રોટેક્શન એક અલગ લેવલ પર લઈ જવામાં આવ્યું છે. એવું જોવામાં આવે છે કે કપલ એક બજારમાં ચાલી રહ્યું છે અને તેઓ એક છત્રી તેમની પાસે છે જેની નીચે ચારે બાજુ પોલીથીન દેખાય છે.

આ છત્રીની સૌથી ખાસ વાત એ છે કે તેની પોલીથીન જમીન સુધી તળિયે આવરી લે છે. એટલું જ નહીં આ કપલ સામાન ખરીદતા પણ જોવા મળે છે. તેમાં શાકભાજી અને અન્ય ચીઝનો સમાવેશ થાય છે. ત્યાંથી પસાર થતો દરેક વ્યક્તિ આ છત્રી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને જાણે કોઈ અજાયબી હોય તેમ જોઈ રહ્યો છે. ખરેખર, આ યુગલે ઘણું આગળ વિચાર્યું છે.

આ વીડિયો સામે આવતાની સાથે જ તે જોરદાર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો ચાઈનાનું ન્યુઝ પેપર People’s Daily, China નામના ટ્વિટર યુઝર્સે પોસ્ટ કર્યો છે જોકે ગુજ્જુરોકસ આ વીડિયો ની પુષ્ટિ નથી કરતું.તમને જણાવી દઈએ કે તે કોરોનાને લઈને દુનિયાથી સતત પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યો છે, પરંતુ ત્યાંના લોકો તેને ખુલ્લા પાડી રહ્યા છે. દુનિયા પણ સ્વીકારી રહી છે કે ચીનમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel