ખબર

બેન્ક ખાતામાં ભૂલથી આવ્યા કોઈના 40 લાખ પછી દંપતીએ બધા ઉડાવી નાખ્યા અને એક દિવસ અચાનક જે થયું એ…

તિરુપુરમાં એક શખ્સના એકાઉન્ટ ભૂલથી 40 લાખ રૂપિયા આવી જતા મોજમાં આવી ગયો હતો. આ પૈસાથી તેને મોજમજા કરી લીધી હતી. ત્યારબાદ હવે આ શખ્સ અને તેની પત્નીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

તતિરુપુરમાં જીવન વીમા એજન્ટ વી. ગુણસેકરણના બેક એકાઉન્ટમાં વર્ષ 2012માં 40 લાખ રૂપિયા ભૂલથી આવી ગયા હતા.પરંતુ આ શખ્સે કયારે પણ જાણવાની કોશિશ ના કરી કે, આ કેવી રીતે થયું ? પરંતુ તેની અને તેની પત્ની રાધાએ આ પૈસામાંથી પ્રોપટી ખરીદી અને દીકરીના ધામધૂમથી લગ્ન કરાવી દીધા. પરંતુ હવે કાનૂનનો ગાળિયો એવું ઓઆવ્યો છે કે તે જેલની હવા ખાવી પડશે. સોમવારે કોર્ટે આ પતિ-પત્નીને 3 વર્ષની જેલની સજાનું એલાન કર્યું છે.

Image Source

આ પૈસા સંસદ અને વિધાયક નિધિ ફંડ દ્વારા લોક નિર્માણ વિભાગના બેન્ક એકાઉન્ટમાં જમા કરવાના હતા. પરંતુ અધિકારીની ભુલથી ડિમાન્ડ ડ્રાફ્ટ પર અધિશાસી અભિયંતાની જગ્યાએ વી.ગુનસેકરન નામના વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરી દીધા હતા. બન્નેના ખાતા તિરુપુર કોર્પોરેશન બેંકમાં હતા. પૈસા ટ્રાન્સફર થયાના 8 મહિના બાદ જયારે એના ખાતામાં પૈસા ના આવ્યો તો તેને બેન્કના અધિકારીઓને સવાલ કર્યા હતા. બેંકે જણાવ્યું હતું કે, જે એકાઉન્ટ નંબર આપ્યા હતા. તેમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે.

Image Source

બેંકે જયારે આ અંગે તપાસ કરતા ત્યારે આ પૈસા ગુનસેકરે જમા થયાના થોડા જ સમયમાં ખર્ચી નાખ્યા હતા. બેન્ક અધિકારીએ જયારે ગુનસેકરને પૈસા પાછા આપવા માટે કહ્યું તો તેને સાફ ઇન્કાર કરી દીધો હતો. ત્યરબાદ 2015માં બેન્કના મેનેજરે ગુલસેકરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Image Source

પોલીસે ગુલસેકરન અને તેની પત્ની વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. પરંતુ દંપતીએ આગોતરા જામીન પર છૂટી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ગુલસેકરે લખીને આપ્યું હતું કે, તે તેના પૈસા પાછા આપી દેશે. પરંતુ ઘણી વાર આગ્રહ કરવા છતાં પણ પૈસા પાછા આપ્યા ના હતા. ફરિયાદીના વકીલે આ વાતને સાબિત કરી દીધી હતી. જે બાદ કોર્ટે દંપતીને 3 વર્ષની સજા સાંભળવી કોઇમ્બતુર જેલમાં મોકલી દીધા હતા.