ધરતી પર લોકડાઉન, કપલે 130 સંબંધીઓ સાથે આસમાનમાં કર્યા લગ્ન

દેશના કેટલાક રાજયોમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને લોકડાઉન લગાવવામાં આવ્યુ છે અને લોકો માટે લગ્ન સમારોહ સીમિત રાખવાના નિયમ બનાવવામાં આવ્યા છે, ત્યારે આવા હાલાતમાં એક અનોખા લગ્નનો મામલો સામે આવ્યો છે.

એક કપલે તેમના લગ્ન ધરતીની જગ્યાએ આસમાને કરવાની યોજના બનાવી અને ફ્લાઇટમાં લગ્ન કર્યા. આ અનોખા લગ્ન તમિલનાડુના મદુરૈમાં જયાં થુથુકુડી જઇ રહેલા વિમાનમાં હાજર સંબંધીએ સામે લગ્ન કર્યા. તમિલનાડુમાં કોરોના મામલાને કારણે સીએમ સ્ટાલિનએ 24 મેથી 31 મે સુધી 7 દિવસ સુધી પૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી હતી.

આ વચ્ચે આ કપલે જેમણે 24થી 31 મે વચ્ચે લગ્ન કરવાની યોજના બનાવી હતી, મંદિરોની બહાર એકઠા થયેલ અને તેમના સંબંધીઓ સામે લગ્ન કરી લીધા કારણ કે લોકડાઉનમાં કોઇ સમારોહ માટે અનુમતિ આપવામાં આવી નહિ.

જાણકારી અનુસાર, વિમાનમાં થયેલા આ લગ્નનો મામલો મદુરાઇ એરપોર્ટનો છે. અહીં રવિવારે એક વિમાનને મદુરાઇથી થુથુકુડી માટે બે કલાકની ઉડાન ભરી. આ ફ્લાઇટમાં સજેલા ધજેલા દુલ્હા દુલ્હન ઉપરાંત પરિવાર અને નજીકના સંબંધીઓ સહિત લગભગ 160 લોકો સામેલ હતા. મીનાક્ષી મંદિરના ઉપર ઉડાન ભરવા દરમિયાન દુલ્હાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યુ અને બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વિમાનમાં સવાર યાત્રિકોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન પણ કર્યુ ન હતુ. લોકો વિમાનમાં કપલની તસવીર ક્લિક કરતા પણ દેખાયા હતા. આ લગ્નમાં સામાન્ય લગ્નની જેમ ભીડ જેવો માહોલ હતો. હવે આ કપલના અનોખા લગ્ન પર સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina