ઘર વિહોણા દંપત્તિના 24 વર્ષ બાદ થયા લગ્ન, તેમની કહાની સાંભળીને લોકો થઇ રહ્યા છે ભાવુક, પ્રિવેડિંગને પણ ટક્કર આપે તેવી તસવીરો

જુઓ આધુનિક પ્રિવેડિંગને પણ ટક્કર આપે તેવી તસવીરો: ભૂખ અને ઘરના કારણે 24 વર્ષથી સાથે રહેતા આ દંપતિ પોતાના લગ્નનો ખર્ચો ના ઉઠાવી શકી

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેના લગ્ન ખુબ જ ધામધૂમથી થાય. પરંતુ ઘણા લોકો પૈસા બચાવવા માટે કે પૈસાના અભાવના કારણે સામાન્ય લગ્ન કરી લેતા હોય છે. ત્યારે આપણા મનમાં પણ એક પ્રશ્ન થાય કે શું રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા લોકોના લગ્ન કેવી રીતે થતા હશે ? શું તેમના લગ્નમાં ફોટોગ્રાફી કે વીડિયો ગ્રાફી થતી હશે ? શું તેમનું પણ આલ્બમ બનતું હશે ?

જો એક ગરીબ વિશે વિચારીએ તો આવા ઘણા પ્રશ્નો આપણા દિમાગમાં ઉઠતા હોય છે, ત્યારે આવા જ એક ઘર વિહોણા દંપતિનો એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ દંપતી છેલ્લા 24 વર્ષથી એક બીજાની સાથે તો રહેતા હતા, પરંતુ તેમને લગ્ન નહોતો કર્યા, અને લગ્ન ના કરવા પાછળનું કારણ હતું તેમની ગરીબી.

એક તરફ જ્યાં લોકો લગ્ન, પ્રિવેડિંગ, સગાઈ અને બીજા રીતિ રિવાજો પાછળ કરોડો, લાખો રૂપિયા ખર્ચે છે ત્યારે એક ગરીબીમાં જીવન વિતાવી રહેલા લોકો પાસે સામાજિક રીતિ રિવાજો પ્રમાણે પણ લગ્ન કરવા માટેના પૈસાં નથી હોતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ દંપતી પાસે ના જમવા માટેના પૂરતા પૈસા હતા, ના રહેવા માટે છત હતી અને આ બંને વસ્તુઓ તેમના લગ્ન કરતા ખુબ જ વધારે જરૂરી હતી, પરંતુ હાલમાં જ એક ચેરિટી દ્વારા ના ફક્ત તેમના લગ્ન કરાવવામાં આવ્યા પરંતુ તેમનું વેડિંગ ફોટોશૂટ પણ કરાવવામાં આવ્યું જેને જોઈને તમારા ચહેરા ઉપર પણ મીઠું હાસ્ય આવી જશે.

આ કપલની કહાની ફેસબુક પેજ Rab4Love Studios દ્વારા 17 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ફિલિપિન્સના રોઝલિન ફ્રેર અને રોમેલ બાસ્કો કપલની જેમ સાથે રહેતા 24 વર્ષ વીતી ચુક્યા હતા.

તે બંનેની ઉંમર પણ 50 કરતા વધારે છે. પરંતુ તેમનું જીવન એટલું સરળ નહોતું. કારણ કે તે બંને પમ્પાગાના રસ્તાઓ ઉપર ઘર વિહોણા થઈને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. આ પોસ્ટને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમની કહાનીને પણ શેર કરી છે.

આ દંપતીના 6 બાળકો પણ છે અને તે બધા સાથે જ એક નાની ઝૂંપડીની અંદર રહે છે. તેમનું ઘર એક ઉજડેલી જમીનનો એક ભાગ છે. આ પરિસ્થિતિમાં આ દંપતિનો મુખ્ય ઉદ્દેશ્ય જમવાનું ભેગું કરવાનો હતો. એવામાં તે લગ્ન વિશે કેવી રીતે વિચારી શકતા.

પોતાનો જીવન નિર્વાહ કરવા માટે આ દંપતી પ્લાસ્ટિક, રદ્દી જેવી વસ્તુઓને ભેગી કરી અને તેને વેચી પૈસા કમાતો હતો. પરંતુ તેમની કમાણી એટલી પણ નહોતી થતી કે તે આખા દિવસનું જમવાનું પણ ભેગું કરી શકે.

હાલમાં જ Richard Strandz નામના એક વ્યક્તિએ આ દંપતીને જોયું. રિચર્ડનું હર સલૂન રોઝલિન અને રોમેલના ઘરની પાસે જ છે. જયારે રિચાર્ડ તેમની કહાની જાણી ત્યારે તેને જાણવા મળ્યું કે તેમને સાથે રહે 20 વર્ષોથી પણ વધારે સમય થઇ ચુક્યો છે. પરંતુ તે છતાં પણ તે પોતાના લગ્ન કરવા માટે અસમર્થ રહ્યા છે. એવામાં રિચર્ડ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે તે આ કપલ માટે કંઈક કરશે.

ત્યારબાદ રિચાર્ડ દ્વારા પોતાના મિત્રોને આ કપલ વિશેની વાત કરી. તેને પોતાના મિત્રોને પૂછ્યુ કે તે શું રોસલેન અને રોમીલની સરપ્રાઈઝ વેડિંગ અને ફોટોશૂટની વ્યસ્થા કરવામાં તેમની મદદ કરશે. ત્યારબાદ જયારે આ દંપતીને તેમના ફોટોશૂટને લઈને જાણકારી મળી ત્યારે તેમની ખુશીનું ઠેકાણું ના રહ્યું.

24 વર્ષ સાથે રહ્યા બાદ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યું હતું તેની ખુશી તેમની તસવીરો ઉપર જોઈ શકાય છે. આપણી આસપાસ પણ ઘણા આવા લોકો હશે જે તેમની સામાન્ય ખુશી પણ પુરી નહીં કરી શકતા હોય. તો તમે પણ જો તમારાથી શક્ય બને તો આવા કોઈ પણ વ્યક્તિના સપના પૂર્ણ કરવા માટે મદદ કરો. એના ચહેરા ઉપર આવેલી ખુશી તમારા સુખનું કારણ ચોક્કસ બનશે.

Niraj Patel