ધોધમાર વરસાદમાં પોલીસકર્મી અને તેમની પત્ની સ્કૂટી લઈને નીકળ્યા અને ઊંડી ગટરમાં સ્કૂટી સાથે જ ખાબકી પડ્યા, પછી થયું એવું કે.. જુઓ વીડિયો

ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે, જેના કારણે લોકો ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે. જ્યારે શેરીઓ અને રસ્તાઓ પાણીથી ભરેલા હોય છે, ત્યારે લોકો પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલી નાખતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે ખાડો દેખાતો નથી અને રાહદારીઓ અને વાહનચાલકો તેમાં પડી જાય છે જેના કારણે તેમના જીવ પણ જોખમાય છે.

ત્યારે હાલ ખુલ્લા ગટરના ઢાંકણા અને પાણી ભરાવાને કારણે થયેલા ગંભીર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ મામલો ઉત્તર પ્રદેશના અલીગઢનો છે. જે સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયો. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્કૂટી પર સવાર એક કપલ વાહન પાર્ક કરવા માટે મુખ્ય માર્ગની બાજુમાં આવે છે. પરંતુ અચાનક જ આખી સ્કૂટી ગાયબ થઈ જાય છે.

કપલ પણ પાણીની અંદર ગરકાવ થઇ જાય છે. આવી સ્થિતિમાં તરત જ ત્યાં હાજર લોકો કપલની મદદ માટે દોડી આવ્યા અને બંનેને ખાડામાંથી બહાર કાઢ્યા. પરંતુ પાણીની નીચેનો એ ખાડો એટલો ઊંડો હતો કે આખી સ્કૂટી ગાયબ થઈ ગઈ. રિપોર્ટ અનુસાર આ ઘટના યુપી પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્ની સાથે બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે દંપતી શહેરમાં એક ડૉક્ટર પાસે જઈ રહ્યું હતું.

આ અકસ્માત પર પીડિતાએ કહ્યું કે જો આવી ઘટનાઓ બની રહી છે તો અલીગઢ કેવી રીતે સ્માર્ટ સિટી છે? આ ઘટનામાં મહિલાને આંતરિક ઈજાઓ થઈ હતી. બીજી તરફ કોન્સ્ટેબલ દયાનંદ સિંહ અત્રીને પણ ઈજાઓ થઈ છે. તેઓ કહે છે કે ગટર લાઇન ખુલ્લી હતી અને ગૂંગળામણ થઇ હતી. આ વીડિયો રિટાયર્ડ IAS ઓફિસરે શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, “યુપીનું સ્માર્ટ સિટી અલીગઢ. કોનો આભાર માનવો ?”

Niraj Patel