આ કપલે હૂબહુ કર્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને કોપી, તસવીરો અને વીડિયો જોઇ તમને પણ તમારી આંખો પર નહિ થાય વિશ્વાસ

આ કપલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લગ્નની તસવીરોને કરી રીક્રિએટ, આપ્યા સેમ પોઝ- જુઓ તમે પણ

બોલિવુડના દરેક સ્ટાર્સની ફેન ફોલોઇંગ ઘણી વધારે હોય છે. ઘણા ચાહકો તેમના મનપસંદ સ્ટારની કોપી કરતા હોય છે. ભારતમાં સેલિબ્રિટીઓના લગ્નનો પણ એક અલગ જ ક્રેઝ છે. આજ કાલ બોલિવૂડ અભિનેત્રીઓ તેમના વેડિંગ આઉટફિટથી લઇને જ્વેલરી સુધી પેસ્ટલ શેડ્સ ઘણો પસંદ કરે છે. જો કે, પેસ્ટલ ટ્રેન્ડ પહેલા જ લગ્ન કરી ચૂક્યા છે તે લોકો આ આને ચૂકી જવાની ભાવના મહેસૂસ કરે છે. ત્યારે હાલમાં એક એવું સોશિયલ મીડિયા કપલ છે જેણે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પેસ્ટલ વેડિંગ ફોટોઝ રિક્રિએટ કરીને તેમનું સપનું પૂરુ કર્યું છે.

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લાખો ચાહકો છે. કપલના ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે. આટલું જ નહીં, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ તેમની ઘણી વસ્તુઓની કોપી કરે છે. પરંતુ જો કોઈ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના ફોટોશૂટની કોપી કરે તો ? જી હા, આ દિવસોમાં એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કપલે તેમના લગ્નનું ફોટોશૂટ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન જેવું જ એકદમ હૂબહુ કોપી કરાવ્યું છે.

આટલું જ નહીં, આ કપલે સ્ટાર કપલની જેમ તેમના લગ્નનો ડ્રેસ પણ પસંદ કર્યો. રણબીર અને આલિયાએ તેમના લગ્નના ફોટોશૂટમાં જે રીતે પોઝ આપ્યા હતા, તે જ રીતે આ છોકરી અને છોકરાએ પણ પોઝ આપ્યા છે. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સુંદર કપલ હિમાંશી અને ઋષિ અઠવાનીનીની તસવીરો લખનઉ સ્થિત ફોટોગ્રાફર સાગર ગર્ગ દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી,

જેમણે બોલીવુડના સુંદર કપલ આલિયા અને રણબીરની જેમ જ આ કપલની ક્ષણો ક્લિક કરી હતી. તસવીરોમાં હિમાંશી અને ઋષિએ આલિયા-રણબીરના આઉટફિટ્સ કોપી કરવા સાથે જ્વેલરી અને વરમાળા રણ કોપી કરી છે. હિમાંશી અને ઋષિ લગ્નના દરેક ફોટોને રીક્રિએટ કરતા જોવા મળ્યા અને આલિયા-રણબીરની જેમ પોઝ આપતા પણ જોવા મળ્યા. જણાવી દઇએ કે, હિમાંશી અને ઋષિએ સ્ટાર કપલની કોપી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. જો કે, આ હિમાંશી અને ઋષિના લગ્નની વાસ્તવિક તસવીરો ન હતી.

હિમાંશી અને ઋષિએ 17 ઓક્ટોબર 2019ના રોજ લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં હિમાંશીએ રાની નેટ દુપટ્ટા સાથે ગુલાબી લહેંગા-ચોલી પહેરી હતી અને ગ્રીન ડ્રોપ-સ્ટડેડ કુંદન જ્વેલરી સાથે લુક પૂર્ણ કર્યો હતો. આ સાથે તેણે નેકપીસ, મેચિંગ ઇયરિંગ્સ, માંગ ટીકા અને બંગડીઓ પણ કેરી કરી હતી. તો ઋષિએ ગુલાબી રંગની શેરવાની પહેરી હતી અને તેણે તેને મેચિંગ પાઘડી અને દોશાલા સાથે પેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina