ઓનર કિલિંગ ! લફડા કરનારા છોકરી અને તેના પ્રેમીની લાશ મગરમચ્છવાળી નદીમાંથી મળી, ધ્રુજાવનારો બનાવ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ઓનર કિલિંગના મામલા સામે આવે છે. જેમાં પરિવાર દ્વારા જ હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 18 વર્ષિય યુવતિ અને તેના 21 વર્ષિય પ્રેમીની ગોળી મારી હત્યા કરી દેવાઇ અને લાશને ભારે પથ્થરો સાથે બાંધી મગરમચ્છથી ભરેલ નદીમાં ફેકી દેવાઇ. આ ઓનર કિલિંગનો મામલો મધ્યપ્રદેશના મુરૈનાના રતનબસઇ ગામનો છે.

અહીં શિવાની તોમરને મુરૈનાના બાલુપુરા ગામના રાધેશ્યામ તોમર સાથે પ્રેમસંબંધ હતો. યુવતીના પરિવારને તેમના સંબંધો સામે સખત વાંધો હતો. જ્યારે શિવાનીના પિતાને આ વાતની જાણ થઈ તો તેમણે રાધેશ્યામના પરિવારજનોને ધમકાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે 3 જૂનના રોજ શિવાની અને રાધેશ્યામ બંને ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ રાધેશ્યામના સંબંધીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારપછી 15 દિવસ સુધી શોધખોળ ચાલી, પરંતુ ભાળ ન મળતાં યુવકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી અને યુવતીના પરિવારજનો તરફથી મળતી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે પોલીસે શિવાનીના પરિવારજનોની પૂછપરછ કરી તો તેઓએ સ્વીકાર્યું કે બંનેની હત્યા કરીને લાશને મગરમચ્છથી ભરેલી ચંબલ નદીમાં ફેંકી દેવામાં આવી હતી. અંબાહ SDPOએ જણાવ્યું હતું કે, 3 જૂને એક છોકરી ગુમ થયાની જાણ થઈ હતી અને 4 જૂને બાલુપુરામાં એક યુવક ગુમ થયો હતો.

જે પછી પોલીસને શંકા ગઈ અને બંનેની કોલ ડિટેઈલ ચેક કરવામાં આવી. તે બાદ બંને વચ્ચે અફેરનો મામલો પ્રકાશમાં આવ્યો. જ્યારે છોકરીના પિતાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે તેની પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી હતી અને લાશ નદીમાં ફેંકી દીધી હતી. ગોતાખોરોની મદદથી રવિવારે બંને મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી સફળતા મળી ન હતી. હાલમાં પોલીસે બંને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવા માટે SDRFની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી છે.

Shah Jina