ખેતરમાં મળી યુવક-યુવતિની લાશ, જોઇને પોલિસ પણ રહી ગઇ દંગ, સુસાઇડ નોટમાં લખ્યુ- સાથે જીવવા નહિ દો એટલે…

સોશિયલ મીડિયા પર નાખી સુસાઇડ નોટ, ફાંસી પર લટક્યા યુવક-યુવતિ : સાથે જીવવા નહિ દો, એટલે મરી રહ્યા છીએ, એક ચિતા પર સાથે બાળજો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ પ્રકરણમાં તો કેટલીકવાર અન્ય કારણોસર આપઘાતની ઘટના બને છે. ત્યારે હાલમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી. બંનેના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, યુવક અને યુવતી ઘરેથી ભાગીને લગ્ન કરવાના હતા, પરંતુ તે સમયે યુવતીના પરિજનો તેને બળજબરીથી ઘરે લઈ આવ્યા હતા. આ સાથે યુવક અને તેના પરિવારના સભ્યોને પણ ગામમાં આવતા અટકાવવામાં આવ્યા.

જેનાથી પરેશાન થઈને પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો અને સુસાઈડ નોટ પણ લખી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી હતી અને બંને મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા. પ્રેમી યુગલના આપઘાતની માહિતી મળતા જ કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ કરી હતી.

એસપીએ જણાવ્યું કે છોકરીના ઘરેથી ગાયબ થવાની માહિતી પર તેના પરિવારના સભ્યો યુવકના ઘરે પહોંચ્યા અને તેના પરિવારના સભ્યોની મારપીટ કરી. જેમાં યુવકના માતા-પિતા અને ભાઈ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલામાં કેટલાક લોકોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આત્મહત્યા પહેલા યુવતીએ એક વીડિયો બનાવ્યો હતો,

જેમાં તેણે પરિવારના સભ્યો પર બળજબરીથી લગ્ન કરવાનો અને તેના પ્રેમી સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ વીડિયોમાં આરોપ લગાવ્યો કે યુવક અને તેની જાતિ અલગ થવાના કારણે તેને ધમકી આપવામાં આવી રહી છે. આ સાથે તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.આવી સ્થિતિમાં બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત તેણે સુસાઈડ નોટ લખીને સોશિયલ મીડિયા દ્વારા વાયરલ પણ કરી.

આ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું કે સાથે જીવવા નહિ દો, એટલે મરી રહ્યા છીએ, એક ચિતા પર સાથે બાળજો. જાણકારી અનુસાર, ઢાબર ગામ નિવાસી સંગીતા અને તે જ ગામનો નિર્મલ ગજ્જા એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. થોડા મહિના પહેલા બંને ઘરેથી ભાગી પણ ગયા હતા, પરંતુ પરિવારના સભ્યો છોકરીને પકડીને ઘરે લઈ આવ્યા.

સમજાવટ બાદ મામલો થાળે પડયો અને આ દરમિયાન સંગીતાના પરિવારજનોએ દોઢ માસ પહેલા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવ્યા. થોડા દિવસો પહેલા જ્યારે સંગીતા પિયર આવી ત્યારે બંનેની ફોન પર વાત થવા લાગી અને સાથે મળીને બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. બંને સોમવારે મોડી રાત્રે ઘરેથી બહાર નીકળ્યા અને ગામની બહાર નજીકના ખેતરમાં ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.

નિર્મલે સુસાઇડ નોટમાં લખ્યું કે, ‘હું સંગીતાને તેની મરજીથી સાથે લઈ ગયો હતો, બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેની સાથે ખોટું થયું. તમે લોકો અમને સાથે જીવવા નહીં દો એટલે બંને એક સાથે મરી રહ્યા છીએ. અમારા બંનેના અંતિમ સંસ્કાર એકસાથે થાય તેવી ઈચ્છા છે. મારા પરિવારને હિંમત આપજો અને અમને આત્મહત્યા કરવા મજબૂર કરનારાઓને સજા અપાવજો.

સંગીતાના નામે સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ પણ અપલોડ કરવામાં આવી છે. જેમાં સંગીતાએ પરિવાર પર લગ્ન માટે દબાણ કરવાની વાત લખી છે. આ સાથે તેણે લખ્યું કે તેણે નિર્મલને તેના પતિ તરીકે સ્વીકારી લીધો છે, તેની અર્થી નિર્મલના ઘરેથી દુલ્હન સુહાગનના રૂપમાં જ નીકળવી જોઇએ અને તેના પરિવારના લોકો તેની બોડીને હાથ ન લગાવે.

Shah Jina