ઋષિકેશ જઇ આ કપલે ‘કહો ના પ્યાર હૈ’ પર બનાવ્યો કમાલનો વીડિયો, જોઇને લોકો પણ બોલી ઉઠ્યા- ઓરિજિનલ પણ ફેલ

ઋષિકેશ જઇ છોકરા-છોકરીએ બનાવી એવી રોમેન્ટિક રીલ કે જોવા માટે તૂટી પડ્યા 13 લાખ લોકો

Couple Dance on kaho na pyaar hai : સુપરસ્ટાર હ્રતિક રોશનની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’નો ક્રેઝ નેક્સ્ટ લેવલ છે, જે ખાલી 90ના દાયકાના બાળકો જ સમજી શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ દરિયા કિનારે અથવા નદીના કિનારે પહોંચે છે, ત્યારે તે કંઈક એવું જ ફરીથી બનાવવાનું વિચારે છે. આજની દુનિયામાં, લોકો પોતાના મોબાઈલમાં કંઇક આવી પળો જ કેદ કરવા માગતા હોય છે.

આટલું જ નહીં ઘણા તો લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ પણ કરાવે છે. હ્રતિક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ રિલીઝ થયાના બે દાયકા પછી પણ તેના ક્રેઝને ઓછો નથી કરી શકી. ડેબ્યુ પછી તરત જ હૃતિક રોશન બોલિવૂડમાં છવાઈ ગયો અને તેના લાખો ચાહકોના હૃદયની ધડકન બની ગયો. ક્રેઝ એટલો હતો કે હૃતિકના પોસ્ટર દરેક બેગ, પેન્સિલ બોક્સ, બેડરૂમ, સલૂનમાં જોવા મળતા.

આજે પણ હૃતિકના ગીતો અને સિગ્નેચર ડાન્સ મૂવ્સ દરેકના મગજમાં તાજા છે. તાજેતરમાં એક કપલે ફિલ્મનું ટાઈટલ સોંગ રિક્રિએટ કર્યું અને 90ના દાયકાના બાળકોને સોનેરી દિવસોમાં પાછા લઈ ગયા. લોકપ્રિય ઈન્સ્ટાગ્રામ કપલ પ્રેમ વત્સ અને નૂર ખાને ‘કહો ના પ્યાર હૈ’ ગીત રિક્રિએટ કર્યું અને 90ના દાયકાના બાળકો આ જોઇ ખુશ થઈ ગયા.

કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યાના થોડા જ કલાકોમાં વાયરલ થઇ ગયો અને આ વીડિયોને બે લાખ લાઈક્સ સાથે લાખો વખત જોવામાં આવ્યો છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. એક યુઝરે લખ્યું કે, તમે બંને ફિલ્મ સાથે સ્પર્ધા કરી રહ્યા છો, ખુબ સુંદર.” અન્ય એક યુઝરે લખ્યું, “તે ખૂબ જ રોમેન્ટિક છે, ઓરિજિનલ કરતાં વધુ સારું.” અન્ય એક યુઝરે લખ્યું, “તમે બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગો છો.”

 

View this post on Instagram

 

A post shared by Prem vats (@premvats)

Shah Jina