આજકાલ લોકો આઈફોન લેવાના સપના જોતા હોય છે. પરંતુ આઈફોનની કિંમત સાંભળીને જ હોશ ઉડી જાય, તો ઘણા લોકોએ આઈફોન ઉપર ઘણા મીમ પણ બનાવ્યા છે, પરંતુ આ દરમિયાન બેંગલુરુમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બધાના હોશ ઉડાવી મુક્યા છે.

બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્માર્ટફોનની સૌથી મોટી તસ્કરી સામે આવી છે. એરપોર્ટ ઉપર વિદેશથી આવેલા એક દંપતીને 206 આઈફોન સાથે પકડી લેવામાં આવ્યા છે. આ આઈફોનની કિંમત 2.8 કરોડ રૂપિયા છે.
હાલમાં આ બધા જ આઈફોનને કસ્ટમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ દંપતી ભારતીય મૂળનું છે અને તેમની પાસે યુએસ પાસપોર્ટ છે. દંપતી દ્વારા એર ફ્રાન્સ AF 1974 સાથે ભારતમાં શનિવારના રોજ એન્ટ્રી કરી હતી. 37 બેંક કાર્ડ સાથે એક MUVને પણ પોલીસે જપ્ત કરી લીધી છે.

સૂત્રો દ્વારા એ માહિતી મળી છે કે એક વ્યક્તિની ઉંમર 49 વર્ષ છે અને તેની પત્નીની ઉંમર 38 વર્ષ છે. તે બંનેને ઘણા કાળા બોક્સ સાથે પકડી લેવામાં આવ્યા છે. આ બધા જ બોક્સની અંદર 206 આઈફોન મળ્યા છે. જે એકદમ સિલ્ડ પેક હતા.
આ લિસ્ટમાં આઈફોન 12 પ્રો અને પ્રો મેક્સ પણ સામેલ હતા જેની કિંમત 2,74,19400 રૂપિયા હતી. આ દંપતી મુંબઈનું રહેવાસી હતું પરંતુ 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં આઈફોનની તસ્કરી કરવા માટે આવ્યું હતું, જ્યાં બંનેને પકડી લેવામાં આવ્યા.

સૂત્રોનું માનીએ તો આ એક ઇન્ટરનેશનલ સ્મગલિંગ રેકેટનો ભાગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આટલા બધા ફોન ભારતમાં એકસાથે લાવવા ગેર કાયદેસર ગણવામાં આવે છે. તેમની પાસે MUV મારુતિ અર્ટિગા પણ હતી, જેમાં તે ફોનની સ્મગલિંગ કરી રહ્યા હતા. રવિવારના દિવસે તેમને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા જ્યાં 12 માર્ચ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.