ગુજરાતમાંથી અવારનવાર પોલીસ સ્પા પર દરોડા પાડી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરતી હોય છે. ત્યારે સુરતમાં કેફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતના પોશ વિસ્તારમાંથી કપલ બોક્સ ઝડપાયું જે કેફેની આડમાં ધમધમી રહ્યું હતું.

G-5 ગેટ ઈન કેફેમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને કપલ બોક્સ ચલાવનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રતિબંધ હોવા છત્તાં પણ સુરતના પોશ વિસ્તારમાં કપલ બોક્સ ધમધમી રહ્યું હતુ ત્યારે પોલીસે દરોડા પાડી કપલ બોક્સ ચલાવનારની ધરપકડ કરી. આ પહેલા વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધોનો પર્દાફાશ થયો હતો.

થાઇલેન્ડની યુવતીઓને બોલાવી દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યા બાદ પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. આ મામલામાં પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
