સંસ્કારી નગરી વડોદરાની આબરૂ ગઈ, અહીંયા યુવક યુવતીઓને સોફા પર એકલામાં જે કરવું હોય તે કરી શકે છે જેવી પોલીસને ખબર પડી તો 7 કપલ અંદર….
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી કપલ બોક્સ ઝડપાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ગુજરાત પોલિસ કપલ બોક્સ માટે એક્ટિવ થઈ ગઇ છે. રાજ્યભરના કેફેમાં ચાલતા કપલ બોક્સમાં દરોડા પાડી તેને બંધ કરાવવામાં આવી રહ્યા છે. જેથી યુવા પેઢી બગડે નહિ. ત્યારે હાલ વડોદરામાંથી કપલ બોક્સ પકડાયુ છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ઉલ્લેખનીય છે કે, સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્ષમાંથી 7 યુગલને ઝડપી પાડ્યા હતા.
ફતેગંજમાં છેલ્લા ચાર મહિનાથી ધ લંચ બોક્સ કાફે ધમધમી રહ્યુ હતું. પોલીસે જ્યારે આ કાફે પર રેડ કરી ત્યારે કાફેના દરવાજા પર લખ્યુ હતું કે અહીં કપલને એકાંત મળશે. અહીં 1 કલાકના 250 રૂપિયા વસુલવામાં આવતા હતા. તેમજ પોલીસના જણાવ્યા અનુસાર આ કાફેમાં રોજના 20થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતાં હતાં. આ ઉપરાંત અહીં કેમેરા પણ હતા નહિ. પોલિસે કાફેમાં દરોડા પાડતા જ ત્યાના સંચાલકો અને કપલોનો પરસેવો છૂટી ગયો હતો.

ફતેગંજના એક કાફેમાં કપલ બોક્સ બનાવવામાં આવ્યુ છે અને ત્યાં કપલો એકાંત માણી કલાકો પસાર કરે છે તેવી બાતમીને આધારે પોલિસે દરોડો પાડ્યો હતો. દરોડો પાડતાની સાથે જ AC રેસ્ટોરન્ટમા રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા બે યુવાનનો પરસેવો છૂટી ગયો હતો. આ સાથે સાથે કપલ બોક્સમાં જે 7 કપલો હતા તેઓ પણ પોલિસને જોઇ હેરાન રહી ગયા હતા. જો કે, પોલિસે તેમને ઠપકો આપ્યો હતો અને તેમને રવાના કરી દીધા હતા.

આનું સંચાલન કરતા ચેતન રાવલીયા અને સાગર રાવલીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી અનુસાર અહીં એક કલાક બેસવાનો ચાર્જ રૂ.250 હતો અને જો તા કોફી કે કોઇ નાસ્તો મંગાવવાનો હોય તો તેનો ચાર્જ અલગ વસૂલવામાં આવતો.