સુરતમાં કપલ બોક્સમાં ગંદુ કામ કરતા જતા પહેલા આ વાંચી લેજો નહિ તો ભરાઈ જશો, લેવાઈ ગયો છે મોટો નિર્ણય

હાલ ગ્રીષ્મા કેસ સમગ્ર રાજય સહિત દેશભરમાં ચર્ચામાં છે. ગ્રીષ્મા કેસના પડઘા સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે ત્યારે હવે ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. સુરતમાં કપલ બોક્સ બંધ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘણા વિસ્તારમાં રેસ્ટોરન્ટ, કોફીશોપ, હોટલ, કેફે વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઇ ન જુએ તેની STD PCO જેવી બંધ જગ્યામાં કપલ બોક્સ ઊભા કરી ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જયાં ગંદા કૃત્યો અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવતુ હોય છે.

આવી અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે નાની ઉંમરના યુવક-યુવતિઓ ભોગ બને છે. ત્યારે આને કારણે રેપ, હત્યા અને બ્લેકમેઇલિંગ જેવા કિસ્સાઓ બને છે જેને ધ્યાને લઇ પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. તેમણે એવી જગ્યાએ કપલ બોક્સ એટલે કે કેબિન બનાવવા પ્રતિબંધ મૂક્યો છે જયાં એકાંતમાં કોઇ બેસી કોઇ જોઇ ન શકે.

એટલું જ નહિ, હોટલ, રેસ્ટોરન્ટ, કેફે, કોફીશોપ વગેરે જેવી જગ્યાએ બેઠક વ્યવસ્થા સ્પષ્ટ રીતે જોવાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ તા.17/02/2022 એટલે કે આજથી લાગુ થશે અને તા.17/04/2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે.

Shah Jina