ખબર

માસુમ ગ્રીષ્માની હત્યા બાદ જાગી સુરત પોલીસ, સુરતની કાળી ટીલડી સમાન કપલ બોક્સ ઉપર…

થોડાક મહિનાઓ પહેલા જ કતારગામની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા પછી તરૂણીને કહ્યું કે, ‘જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં FRI પણ થઈ છે.

શરમજનક વાત એ છે કે સુરતમાં જ નહિ પણ કતારગામ, સિંગણપોર, વરાછા, કાપોદ્રા, પુણા સહિત શહેરમાં જ 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે. પ્રાયવસી શોધતા ટીનએજ માટે કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ? આજે તમને જણાવીએ કે કપલ બોક્સ શું હોય છે…સુરત, રાજકોટમાં આવેલા આ કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે.

આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે એ માટે બોક્સમાં એક નાનકડો દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે. અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી.

અહીંયા કપલ એકાંતનો સમય માણવા આવે છે. તે બોક્સમાં અંદર કપલ સુઈ શકાય તે માટે બેડ પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે. સુરતના  કામરેજ પાસોદરામાં માસુમ ગ્રીષ્માની છડેચોક ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી.

ગયા મહિને જ કપલ બોક્સમાં એક ઘટના સામે આવી હતી…જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક દીકરીના બાપને તેમના એક મિત્રએ એક વીડિયો મોકલ્યો અને કહ્યું કે આ વીડિયો તમે ના જોતા, તમારી પત્નીને બતાવજો. જેના બાદ તેમની પત્નીએ આ વીડિયો જોયો હતો અને જોયા બાદ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે વીડિયોની અંદર એક છોકરી કપડાં વગર કોઈ અન્ય યુવક સાથે સંબંધ બાંધી રહી હતી.

આ છોકરી બીજું કોઈ નહિ પરંતુ તેમની 16 વર્ષની દીકરી હતી. જેના બાદ માતા-પિતાએ દીકરીની પુછપરછ કરતા દીકરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેની મિત્રતા એક યુવક સાથે થઇ હતી, જેનું નામ સચિન કુકડીયા હતું. તેને શરૂઆતમાં સગીરાને પોતાની બહેન ગણાવી હતી અને આઠ મહિના અગાઉ કોઈ પાસેથી સગીરાનો મોબાઈલ નંબર મેળવીને તેની સાથે વૉટ્સએપ ઉપર વાત કરવા લાગ્યો હતો.

વૉટ્સએપ ઉપર મેસેજ કરીને યુવક સગીરાને મળવા માટે બોલાવતો હતો, પરંતુ સગીરા મળવા માટે જતી નહોતી, પરંતુ વારંવાર યુવકે જીદ કરતો હોવાના કારણે સગીરા સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા જ્યાંથી સચિન તેને તેના મિત્રની બાઈક ઉપર સરથાણા નાકા પાસે અવધ વાઇસરોયમાં ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં લઈ ગયાે હતો, જ્યાં તેની સગીરા સાથે સંબંધો બાંધ્યા હતા અને ચોરીછૂપે વીડિયો પણ બનાવી લીધો હતો.

 

ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણી સુરતમાં કપલ બોક્સ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ પોલીસ દ્વારા સુરતમાં ચાલતા કપલ બોક્સમાં રેડ પાડી અને ગોરખ ધંધા પર્દાફાશ કરવામાં આવતો હોય છે હવે આવા કપલ બોક્સ ઉપર સુરત પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે.

સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ સેન્ટર ઉપરાંત કપલ બોક્સમાં ચાલતા ગોરખ ધંધાને પોલીસ દ્વારા રેડ પાડીને સામે લાવવામાં આવે છે. આ મામલે સુરતના અગ્રણીઓ દ્વારા ગ્રીષ્માની ઘટનાને ધ્યાનમાં લઈએં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશ્નરને આવા સ્પા સેન્ટરો, હુક્કાબાર, કપલ બોક્સ બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ત્યારે આ મામલામાં સુરત પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતીકે છેલ્લા એક મહિનાથી કપલ બોક્સ બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે શહેર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા ઉપર રેડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો પોલીસ કમિશ્નર અજય તોમરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોની રજૂઆતની ગંભીર નોંધ લઇ “નો ડ્રગ ઇન સુરત સિટી” અભિયાનને તમામ સમાજને સાથે જોડીને વધુ વેગવાન બનાવવામાં આવશે. કપલ બોક્સ મુદ્દે છેલ્લા એક-દોઢ મહિનાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

તો આ મામલામાં હવે સુરત પોલીસ પણ સજાગ બની છે અને પોલીસ સ્ટેશનમાં PIને મળવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં PI સવારે 11થી 12 વાગ્યા સુધી અરજદારોને મળવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. જો કોઈપણ કારણોસર PIને બહાર જવું પડે તો તેમની બાદના સિનિયર અધિકારી આ કામગીરી જોશે. આ સિવાય સાંજે 5થી 6 વાગ્યા સુધી PI ફરીથી પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે.