ખબર

જાણો કોરોનાથી ક્યાં ક્યાં દેશ થઇ ગયા મુક્ત ? અને ક્યાં દેશમાં હવે વિદેશી ટુરિસ્ટો પણ આવવા લાગી ગયા ?

ખુશખબરી: દુનિયાના આ 3 દેશમાં કોરોનાએ ભાગવા વાળી કરી, હવે લોકો મસ્ત ટ્રીપ લગાવી રહ્યા છે

કોરોના વાયરસ આખી દુનિયાની અંદર પ્રસરી ગયો અને લાખો લોકો તેના કારણે મોતને પણ ભેટ્યા છે. કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઇ રહી છે, ત્યારે વિશ્વમાં કેટલાક દેશો એવા પણ છે જેમને કોરોના ઉપર વિજય મેળવી લીધો છે અને વિદેશી ટુરિસ્ટો પણ આવવા લાગ્યા છે. ચાલો જોઈએ એવા દેશો વિશે.

1. ઇઝરાયલ:
કોરોનાથી મુક્ત થનારો પહેલો દેશ ઇઝરાયલ છે. ઇઝરાયલે પોતાના દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવ્યું અને અત્યાર સુધીમાં દેશના મોટાભાગના લોકોને રસીના બન્ને ડોઝ અપાઈ ગયા છે. ઇઝરાયલ સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશની 93 લાખની વસ્તીમાંથી 53 ટકાથી વધારે લોકોને ફાઈઝરની રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. આ રસીની ક્ષમતા 90 ટકાથી વધારે છે.

ઇઝરાયલે ડિસેમ્બર 2020થી વેક્સિનેશનની શરૂઆત કરી હતી. દેશમાં સરકારે નાગરિકોને માસ્ક પહેરવામાંથી છૂટ આપી દીધી છે. અહીં લોકો હવે જાહેર સ્થળો પર માસ્ક વગર ફરી શકે છે. ઇઝરાયલમાં હવે અન્ય દેશના ટૂરિસ્ટને પણ આવકાર મળી રહ્યો છે.

2. બ્રિટેન:
જાન્યુઆરીની શરૂઆત થતાં જ બ્રિટનમાં આ બીમારીથી દરરોજ 60થી 67 હજાર કેસ મળતા હતા. બ્રિટન સરકારે બીજી લહેર પર કંટ્રોલ મેળવવા વધુ મોડું ન કરતા 4 અઠવાડીયાના કડક લોકડાઉનની જાહેરાત કરી દિધી હતી. જેની સકારાત્મક અસર 3 માસમાં જ જોવા મળી. અહીં પહેલાં 60 હજાર દર્દી દરરોજ નોંધાતા હતા,

જે ઘટીને હવે 3 હજારથી પણ ઓછા થઈ ગયા છે. બ્રિટેનમાં દરેક 100 વ્યક્તિએ 63 લોકોએ વેક્સિન લગાવી છે જેનાથી મોતમાં 95% ઘટાડો આવ્યો છે.

3. અમેરિકા:
અમેરિકામાં 2,66,99,417 એક્ટિવ કેસ છે જેમાંથી 2,61,05,411 એટલે કે 98 ટકા લોકો રિકવર થઈ ગયા છે. અમેરિકામાં 6 મેનાં રોજ 47,819 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 860 લોકો મોતને ભેટ્યા હતા. આ પહેલાં અમેરિકામાં લાખોની સંખ્યામાં સંક્રમિત લોકોનો આંકડો આવતો હતો જ્યારે મૃત્યુદર પણ ઘણો જ ઉંચો હતો,

જ્યાં હવે કંટ્રોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ પણ કોરોના વિરૂદ્ધની જંગ લગભગ જીતી લીધી છે. અમેરિકામાં જે લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ગયા છે તેઓને મોટી ભીડ સિવાય કયાંય માસ્ક પહેરવાનું જરૂરી નથી.