જાણવા જેવું પ્રવાસ

વિઝા વિના હનીમૂન માટે વિદેશ ફરવા જવાની ઇચ્છા છે, તો પસંદ કરો આ 4 જગ્યાઓ

સામાન્ય રીતે લગ્ન બાદ દરેક કપલ પોતાના જીવનની શરૂઆત માટે સુંદર જગ્યાની શોધમાં હોય છે. જ્યા તે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકે તથા તે સ્થળ સુંદર હોય. દેશમાં તો રજાઓના સમયમાં ફરી શકાય છે. પરંતુ વિદેશ જવાનો લહાવો તો ક્યારેક જ મળે છે.

Image Source

તેથી હનીમૂન માટે વિદેશ જવાનું વિચારી રહ્યાં હોય અને ફક્ત વિઝાના કારણે જ મન પાછુ પડતુ હોય તો ચિંતા મુક્ત થઇ જાઓ. કારણ કે એશિયામાં એવા અન્ય દેશો પણ છે જ્યાં ભારતીયોને ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. જી હાં, ફક્ત તમારા પાસપોર્ટ સાથે રાખીને આ દેશોમાં ફરવા જઇ શકો છો.

– મોરિશિયસ

Image Source

મોરેશિયસને બીજો ભારત દેશ કહેવામાં આવે તો નવાઈની કોઇ વાત નથી. આ સુંદર દેશમાં મુસાફરી કરવા માટે તમારે સંપૂર્ણ ત્રણ મહિના સુધી વિઝા વિના રહી શકાશે. તેથી જો તમે બીચની સાથે સમુદ્રમાં એડવેન્ચર કરવાનું વિચારી રહ્યાં છો તો તો આ દેશમાં હનીમૂન માટે જવા ચોક્કસ વિચારો.

– મકાઉ

Image Source

મકાઉ દક્ષિણ ચાઇના નજીક આવેલો એક નાનો દેશ છે. અહીંની ચમકદમક અને લક્ઝરી લાઇફના કારણે ટુરિસ્ટ આ દેશમાં પરવા આવું ખૂબ જ પસંદ કરે છે. મકાઉમાં તમે વિઝા વગર ત્રીસ દિવસ આરામથી ફરી શકો છો.

– ઇન્ડોનેશિયા

Image Source

ઇન્ડોનેશિયાનું સુંદર શહેર એટલે કે બાલી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં આવનારા ભારતીય પ્રવાસી શાંતિથી ફરી શકે તે માટે થઇને ફક્ત પાસપોર્ટ સાથે, વિઝા વિના 30 દિવસ સુધી વિતાવી શકાય છે. ઇન્ડોનેશિયામાં ઘણા સુંદર ટાપુઓ અને દરિયાકિનારા છે.

– માલદીવ

Image Source

બોલિવૂડ સ્ટાર્સ આ સુંદર દેશમાં વારંવાર ફરવા જાય છે. આ દેશ 90 દિવસ સુધી ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રી વિઝા રહેવાની પરમિશન આપે છે. સફેદ દરિયા કિનારા અને અમેઝિંગ પાણીની નીચેની દુનિયા જ માલદીવને અન્ય દેશોથી અલગ કરે છે. દુનિયામાં સૌથી સુંદર દરિયા માટે માલદીવ ફેમસ છે. આ દેશમાં 1200 ટાપુ સામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.