અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

દુનિયાના આ દેશોમાં છે ઇન્ટરનેટ પર પ્રતિબંધ, ભોગવવો પડે છે આકરો જેલવાસ!

ઘણીવાર આપણે સમાચારમાં જોતા હોઈએ છીએ કે દેશના અમુક રાજ્યોમાં કે વિસ્તારોમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતી સર્જાય એટલે સરકાર ત્યાં અમુક સમય માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેતી હોય છે. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ હટાવવાના ભાગ રૂપે જમ્મુ-કાશ્મીરમાં લાગેલો ઇન્ટરનેટ પ્રતિબંધ આજ સુધી યથાવત છે. જો કે, હાલ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાશ્મીરમાં ઓનલાઇન બેન્કીંગ જેવી સુવિધાઓ તો તરત ચાલુ કરવી દેવી અને ત્યારબાદ ઇન્ટરનેટપ્રતિબંધ પણ હટાવી દેવો.

Image Source

અરાજકતાપૂર્ણ વાતાવરણ ફેલાયેલું હોય ત્યારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ સૌથી જરૂરી પણ હોય છે. કારણ કે, સોશિયલ મીડિયાને કારણે આજકાલ સેકન્ડના છઠ્ઠા ભાગમાં અમુક તત્ત્વો પોતાના મકસદને ફાયદાકારક રહે એવા ફેક મેસેજ ફેલાવી ઉશ્કેરણી ઊભી કરે છે. પણ શું તમને ખ્યાલ છે કે આજે દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધ જ લગાડી દેવામાં આવ્યો છે અથવા તો ઇન્ટરનેટનો વપરાશ એકદમ સીમિત જ રખાયો છે? અહીં જાણો દુનિયાના એ દેશોની સૂચિ, જેના ઇન્ટરનેટ પ્રતિબંધો બહુ આકરા છે :

Image Source
 1. ઉત્તર કોરિયા:
  આ દેશનું નામ પડે એટલે લોકોના મનમાં તરત જ લોખંડી પાબંદીઓ વિશે વિચાર ઉઠવા લાગે! અહીંનો શાસક કિંમ જોંગ ઉન કહે એ સિવાય આ દેશમાં પાંદડું પણ હલતું નથી. ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટ એક્સેસ પર સરકારનો પૂરી રીતે શિકંજો છે. સરકાર વિરોધી કહી શકાય એવી તમામ વેબસાઇટ્સ પર પ્રતિબંધ છે. વળી, ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટ સુવિધાઓ પણ બહુ ઓછા લોકો પાસે છે.
 2. સાઉદી અરબ:
  આ અરબસ્તાની દેશમાં ઇન્ટરનેટ સુવિધા એક તો ખુબ જ ખર્ચાળ છે અને એકદમ લો ક્વોલિટીની છે. એમાંયે ૨૦૦૬માં આ દેશે ગુગલ અને વિકિપીડિયા જેવી સાઇટ્સ પર તો પ્રતિબંધ લગાડી દીધો છે. હવે ગુગલ જ ના ખોલી શકાય તો ઇન્ટરનેટ કામનું પણ શું?
 3. ક્યૂબા:
  ફિદેલ કાસ્ત્રોના સામ્યવાદી શાસનને લીધે જાણીતો બનેલો આ નાનકડા દેશના નાગરિકો મોબાઇલ પર ઇન્ટરનેટ વાપરી શકતા નથી! વળી, સરકારે ઇન્ટરનેટના વપરાશને લઈને ખુબ જ કડક કહી શકાય તેવા નિયમો બનાવ્યા છે. અહીંની અડધા ઉપરાંત વસતી પાસે તો ઇન્ટરનેટ છે જ નહી.

  Image Source
 4. ઇરાન:
  આ અખાતી દેશ હાલ વિશ્વમાં તેની અમેરિકા સાથેની માથાકૂટને લઈને સૌથી ચર્ચાસ્પદ છે. ઇરાનમાં જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે ઇન્ટરનેટ સાથે છેડછાડ કરવામાં આવે છે. લોકોના ગેજેટ્સ ઇન્ટરનેટ એક્સેસ જ નથી કરી શકતા અથવા તો સ્પીડ એકદમ ધીમી કરી દેવામાં આવે છે. આમ પણ ઇરાનમાં અડધા કરતા વધારે આબાદીને હજુ ઇન્ટરનેટનો લાભ મળ્યો નથી અને જ્યાં ઇન્ટરનેટ છે તે વિસ્તારો પણ મોટેભાગે શહેરી જ છે.
 5. ચીન:
  દુનિયામાં સૌથી વધારે ડિજીટલ ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ સાંધતો દેશ ચીન છે અને સૌથી વધારે ઇન્ટરનેટનો વપરાશ પણ ચીન જ કરે છે! છતાં અહીં ઇન્ટરનેટ પર ઘણી હદે પ્રતિબંધ છે. જેમ કે, ચીનમાં ગુગલનો ઉપયોગ થતો નથી પણ તેનું પોતાનું સર્ચ એન્જીન છે. એવી જ રીતે ફેસબુક પણ ચીનમાં પ્રતિબંધિત છે. જો કે, ચીને આના વિકલ્પ તરીકે પોતાની સોશિલય મીડિયા સાઇટ્સ બનાવી છે. તે છતાં સરકારની બાજ નજર હંમેશા ફરતી રહે છે.
 6. સીરિયા:
  સીરિયાને તો આજે વિશ્વની મહાસત્તાઓએ, સ્થાનિક સરકારોએ અને આતંકવાદી જૂથોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે રણમેદાન જ બનાવી મૂક્યું છે. અહીં ૨૦૧૧માં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગ્યો હતો. એ પછી પણ ઘણીવાર પ્રતિબંધો લાગતા રહ્યા છે. એવું પણ કહેવાય છે, કે સીરિયામાં જે ઇન્ટરનેટનો વપરાશ કરે તેને જેલભેગો કરી દેવાય છે.

  Image Source
 7. ઇજિપ્ત:
  ઇજિપ્તમાં ટ્વીટર અને ફેસબુક સહીતની ૬૨ મોટી વેબસાઇટ ખોલી શકાતી નથી! અહીં પણ ઇન્ટરનેટ પર બહુ કડક પાબંદી છે. હોસ્ની મુબારકનું શાસન હતું ત્યારે ઇન્ટરનેટ માટે થોડીઘણી આઝાદી હતી પણ હાલ એ સ્થગિત છે.
 8. વિયેતનામ:
  આ દેશ પર ચીન ગેરકાયદેસર કબજો જમાવી બેઠું છે. પાછલાં વર્ષમાં વિયેતનામની પ્રજાએ ચીનની હિટલરશાહી વિરુધ્ધ ચલાવેલ ‘અમ્બ્રેલા મૂવમેન્ટ’ ઘણી ચર્ચામાં રહી હતી. અહીંની સરકાર ચીનના ઇશારે જ ચાલે છે. આથી ચીને અહીંની હરેક એવી વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યા છે જેમાં માનવાધિકાર, સરકારનો વિરોધ વગેરે જેવા મુદ્દાઓ હોય.
 9. મ્યાનમાર:
  આ દેશમાં ઇન્ટરનેટની સુવિધા ૨૦૦૦ની સાલથી શરૂ થઈ હતી. પણ ૨૦૧૧માં મ્યાનમારનાં સૈન્યએ ઇન્ટરનેટ પર હથોડાછાપ બંધનો બેસાડી દીધાં. આજે પણ અહીં માત્ર ૧% જેટલી આબાદી ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

  Image Source

સુરક્ષાના કારણોસર અમુક દેશો ઇન્ટરનેટના વપરાશ પર પ્રતિબંધ મૂકતા હોય છે. આપણે ખુશનસીબ છીએ કે ભારતમાં એવા કડક પ્રતિબંધો નથી!

આશા છે, કે આ માહિતી તમને ગમી હશે. એવું હોય તો આપના મિત્રો સાથે પણ આર્ટિકલની લીંક શેર કરજો અને આ આર્ટિકલ વિશે તમારે કંઈ કહેવું હોય તો કમેન્ટ પણ કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.