હેલ્થ

ત્રાસદાયક ઉધરસથી છુટકારો મેળવવા માટે કરો આ રામબાણ ઈલાજ

આજે કોઈ પણ ઋતુ જેવી કે, શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ઉધરસ થઇ શકે છે. વાતાવરણમાં થોડો ફેરફાર થવાથી ઉધરસ થઇ જાય છે. ઉધરસન આપણને હેરાન પરેશાન કરી શકે છે. ઉધરસ સૌથી વધુ શિયાળામાં થાય છે.

Image source

શિયાળામાં ઠંડી અને ઠંડા પવનને લઈને ગળાને સૌથી પહેલા પકડમાં લે છે. નાના બાળકોની સાથે મોટા લોકોને પણ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તુરંત જ ઉધરસ થઇ જાય છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને રામબાણ ઈલાજ દેખાડીશું.

આવો જાણીએ રામબાણ ઈલાજ વિષે.

રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસની સમસ્યા દૂર થાય છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.

Image source

10-15 તુલસીના પાન , 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે. મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ઉધરસથી છુટકારો મળી શકે છે.

ગાયના દૂધમાંથી બનેલ ઘી 15-20 ગ્રામ અને કાળા મરી લઈને તેને એક વાટકીમાં ગેસ પર ગરમ કરો. જ્યારે કાળા મરી કકળી જાય અને ઉપર આવવા લાગે એટલે તેને ઉતારીને થોડાક ઠંડા કરી લો અને 20 ગ્રામ દળેલી મિશ્રી તેમાં ભેળવી દો. થોડુ ગરમ હોય તે વખતે જ કાળા મરીને ચાવીને ખાઈ લો.

તુલસીના પાન ,મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ચાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.

Image source

થોડી હીંગને શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. આ સિવાય ગરમ પાણીમાં હળદર અને તુલસીના પાન અને આદુને ઉકાળી તેમાં મધ મિક્સ કરો.

આ ઉકાળાનું દિવસમાં 2 વાર સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Image source

સૂકી ઉધરસ માટે પાલકના ગરમ રસથી કોગળા કરો. આ ઉપરાંત ગાજરના રસમાં મધ મેળવી તેને પણ પી શકાય છે.