અજબગજબ

3 વિધાર્થીઓએ 1300 રૂપિયામાં ખરીદ્યો સોફો, બાદમાં એવું નીકળ્યું કે લોકો વિચારતા થઇ ગયા

આપણે ઘણી વાર નકામી વસ્તુઓ કચરા તરીકે અથવા તો ભંગારમાં આપી દઈએ છીએ. પરંતુ ઘણી વાર આ વસ્તુમાંથી એવી વસ્તુ નીકળે છે કે લોકોની આંખ પહોળી રહી જાય છે. હાલમાં જ અમેરિકામાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જે જોઈને લોકો ચોંકી ગયા હતા.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના પાલ્ત્ઝમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં લોકો વિધાર્થીઓ પર અભિનંદન પાઠવી રહ્યા છે. અમેરિકાની સ્ટેટ યુનિવર્સીટીમાં ભણતા ત્રણ વિધાર્થીઓ કોલી ગોસ્ટી, લારા રૂસ્સો, રીસે વેરખોવેએ રહેવા માટે પાલ્ત્ઝમાં ઘર ભાડે લીધું હતું. ત્રણ વિધાર્થીઓ ભાડાના ઘરમાં રહી રહ્યા હતા તે ઘર માટે થોડી જરૂરિયાતની વસ્તુ ખરીદી હતી. આ વિધાર્થીઓએ એક જૂનો સોફો ખરીદો હતો. જેના માટે તેને 1300 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ આ વિધાર્થીઓએ કયારે પણ વિચારયુનાં હતું કે, આ સોફાને કારણે તેની જિંદગીમાં ઘણો બદલાવ આવશે.

Image Source

આ ત્રણેય મિત્રો સોફા પર બેસીને એક સાથે ટીવી જોઈ રહ્યા હતા. અચાનક કંઈક ખૂંચવા લાગતા ત્રણયે વિધાર્થીઓએ સોફાને ખોલીને જોયું હતું. તેમાંથી એક પેકેટ મળ્યું હતું. જેમાં 1 હજાર ડોલર મળ્યા હતા. આ બાદ ત્રણેય વિધાર્થીએ આખો સોફો ફંફોળી નાખ્યો હતો. જેમાંથી કુલ મળીને 41 હજાર ડોલર એટલે કે 29 લાખ રૂપિયા મળ્યા હતા.

Image Source

આ વિધાર્થીઓને પૈસાની સાથે એક ડિપોઝીટ સ્લીપ પણ મળી હતી. આ સ્લીપ જોતા વિધાર્થીઓને શંકા ગઇ હતી કે, આ પૈસા કોઈએ બેંકમાં જમા કરાવવા માટે રાખ્યા હશે. આ બાદ આ વિધાર્થીઓ આ બેન્કની સ્લીપની મદદથી તેના અસલી માલિકને શોધીને તેના ઘરે પહોંચી ગયા હતા.

Image Source

જયારે આ વિધાર્થીઓ શલ્પ વાળા વ્યક્તિના ઘરે પહોંચ્યા ત્યારે એક વૃદ્ધા જોવા મળ્યા હતા. આ વૃદ્ધાએ જણાવ્યું હતું કે, આ પૈસા તેના પતિના રિટાયરમેન્ટ પર મળ્યા હતા. તેના પતિએ બેંકમાં જમા કરાવવા માટે આ સોફામાં છુપાવ્યા હતા. પરંતુ તેના બાળકોએ આ સોફાને પૂછ્યા વગર વેચી દીધા હતા.

Image Source

જયારે વૃદ્ધાને પૈસા પાછા મળ્યા ત્યારે તે ઘણી ખુશ થઇ ગઈ હતી. વૃદ્ધાએ ઈમાનદારી માટે આ વિધાર્થીઓને 1 હજાર ડોલરનું ઇનામ આપ્યું હતું. વિધાર્થીઓને આ ઈમાનદારી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો પણ તેની વડું તારીફ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.