જીવનશૈલી

નીતા અંબાણીની વહુ શ્લોકા મેહતાના છે આ 5 મોંઘા શોખ

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની લાડલી અને મોટી વહુ શ્લોકા મેહતા પણ દેશના સૌથી મોટા હીરા વ્યાપારી રસેલ મેહતાની દીકરી છે. શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નનું એક વર્ષ વીતી ચૂક્યું છે. આ એક વર્ષમાં શ્લોકા મેહતા બૉલીવુડ અભિનેત્રીઓ કરતા પણ વધારે લોકપ્રિય બની ચુકી છે. શ્લોકા દેખાવે એકદમ સામાન્ય લાગે છે પણ તેના શોખ કોઈ રાજકુમારીથી ઓછા નથી.

Image Source

અત્યાર સુધી તમે નીતા અંબાણીના શોખ વિષે જ સાંભળ્યું હશે પણ આજે અમે તમને તેની વહુ શ્લોકા મેહતાના મોંઘા શોખ વિશે જણાવીશું.

Image Source

1. બૈગ્સ:
શ્લોકા મહેતાને મોંઘા મોંઘા લગ્ઝરીયસ બૈગ્સનો ખુબ જ શોખ છે. તેના બૈગ કલેક્શનમાં ઘણા મોંઘા બ્રાન્ડ્સના બૈગ્સ છે. અમુક દિસવો પહેલા જ શ્લોકાએ ઈશા અંબાણીની પાર્ટીમાં ખુબ જ સુંદર જમ્પસુટ પહેર્યું હતું અને સાથે જ પહેલાના સમયના સ્ટીરિયો બોક્સ જેવું દેખાતું બૈગ પણ સાથે રાખ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે આ બૈગ(પર્સ) ડિઝાઈનર Judith Leiber દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું હતું. આ બેગની કિંમત 6,295 ડોલર એટલે કે 4 લાખ 50 હજાર રૂપિયા જણાવવામાં આવેલી છે. આ સિવાય શ્લોકા પાસે Hermes બ્રાન્ડનું ઓરેન્જ પૉપી એવરગ્રીન લેધર બૈગ પણ છે, જેની કિંમત 6.6 લાખ રૂપિયા જાણવામાં આવેલી છે.

2. ડ્રેસ(આઉટફિટ):

Image Source

ગોવામાં થયેલા પોતાના પ્રિ-એંગજમેન્ટ સમારોહમાં શ્લોકાએ લંડન બેસ્ડ ડિઝાઈનર વેબસાઈટ Needle And Thread નું ગ્રે રંગનું ‘Marie Gown’ પહેરી રાખ્યું હતું. જેના પર એન્ટિક લેસ ડિટેલિંગ હતી. આ ડ્રેસની કિંમત 875 પાઉન્ડ એટલે કે 80,500 રૂપિયા હતી. જો કે મોટાભાગે શ્લોકા ફેમસ ડિઝાઈનરના આઉટફિટ્સમાં જ જોવા મળે છે. શ્લોકાનાં પ્રિય ડિઝાઈનર અબુજાની-સંદીપ ખોસલા છે.

3. ચા:
એ વાતતો દરેક કોઈ જાણે જ છે કે નીતા અંબાણી રોજ સવારે 3 લાખ રૂપિયાની ચા પીવે છે. તેના ચાના કપની બોર્ડર સોનાથી બનેલી છે. તેના આ એક કંપની કિંમત 3 લાખ રૂપિયા છે. પણ શ્લોકા મોંઘા કપ નહિ પણ મોંઘી ચા પીવાની શોખીન છે.

Image Source

શ્લોકાને ‘Gin & Tonic tea’  અને ‘Sundae tea’ ખુબ જ પસંદ છે. Gin & Tonic tea ની કિંમત 899 રૂપિયા છે જે 4 ફ્લેવર્સમા પણ ઉપલબ્ધ છે. આ ચા જ્યુબિપ્ર બેરીજ, ધાણા, મેથી, લેમન બામ અને ગ્રીન ટી નું મિક્સ્ચર હોય છે.

જ્યારે Sundae tea ભારતમાં ઉપલબ્ધ નથી જેની કિંમત 24.99 ડોલર એટલે કે 1855.99 રૂપિયા છે. જે ખુબ જ મોંઘી ચા માનવામાં આવે છે. આ એક પ્રકારની ગ્રીન ટી છે જે વેનીલા, મેંગો, સ્ટ્રૉબેરી અને પાઈનેપલ ફ્લેવરમાં ઉપલબ્ધ છે.

4. ઘરેણા:

Image Source

કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં શ્લોકા હંમેશા મોંઘા ઘરેણાથ લથપથ હોય છે. લગ્નમાં નીતા અંબાણીએ શ્લોકાને ભેટ સ્વરૂપે હીરા જડિત હાર આપ્યો હતો જેની કિંમત 300 કરોડ જણાવવામાં આવી હતી.

5. ગાડીઓ:

Image Source

શ્લોકાને ગાડીઓનો પણ ખુબ જ શૉખ છે. તેની પાસે વિશ્વની શાનદાર લગ્ઝરીયસ ગાડીઓ છે. શ્લોકા પાસે 4 કરોડની Bentley Luxury અને મીની કૂપર ગાડી પણ છે.  દેશમાં માત્ર 3 જ મીની કૂપર ગાડી છે જેમાંની એક શ્લોકા પાસે છે. તેના સિવાય શ્લોકાની પાસે Mercedes, BMW અને Audi ગાડી પણ છે.