મનોરંજન

લગ્ન કરતા વધારે મોંઘા પડ્યા આ 10 સીતારાઓના છૂટાછેડા, કોઈએ ચૂકવ્યા 380 કરોડ તો કોઈએ ચૂકવી પોતાની અડધી સંપત્તિ

આ 10 સીતારાઓના છૂટાછેડા મોંઘા પડ્યા, 7 નંબર વાળો બરાબરનો લૂંટાઈ ગયો

બોલીવુડમાં મોટાભાગે જોડીઓ બનતી રહે છે અને તૂટતી પણ રહે છે.બોલીવુડમાં ઘણા એવા કલાકાર,ડાયરેકટર્સ છે જેઓએ પોતાના પાર્ટનર સાથે છૂટાછેડા લીધેલા છે.આવા જ કલાકારોએ એક સમયે પોતાના લગ્નને ભવ્ય બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા એવામાં તેઓના છૂટાછેડા માં પણ તેઓને ભારે કિંમત ચૂકવવી પડી હતી.એવી જ અમુક બોલીવુડની જોડીઓ વિશે તમને જણાવીશું જેઓના છૂટાછેડા લગ્ન કરતા પણ વધારે મોંઘા રહ્યા હતા.

Image Source

1.પ્રભુદેવા અને રામલતા:

મલ્ટીટેલેન્ટેડ પ્રભુદેવાએ વર્ષ 1995 માં રામલતા સાથે લગ્ન કર્યા હતા.અને તેઓએ વર્ષ 2011 માં એકબીજાથી છુંટાછેડા લીધા હતા, છૂટાછેડા લેવા માટે પ્રભુદેવાને ભારે કિંમત ચૂકવવી પડી હતી. જાણકારીના આધારે પ્રભુદેવાએ માત્ર 1 લાખ રૂપિયા આપ્યા હતા પણ તેની સાથે સાથે 20 થી 25 કરોડ રૂપિયાની સંપત્તિ પણ પોતાની પત્નીને આપી હતી.

Image Source

2.ઋત્વિક રોશન અને સુજૈન ખાન:

અભિનેતા ઋત્વિક રોશને વર્ષ 2000 માં સુજૈન ખાન સાથે લગ્ન કર્યા હતા.બંને વચ્ચે અમુક મનમુટાવને લીધે વર્ષ 2014 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. જણાવી દઈએ કે સુજૈન ખાને એલિમનીના સ્વરૂપે 400 કરોડ રૂપિયાની માંગ કરી હતી જેમાના 380 કરોડ રૂપિયા તેને આપવામાં આવ્યા હતા. એવામાં બંન્નેના છૂટાછેડા દેશ જ નહિ પણ દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડામાંના એક ગણવામાં આવે છે.

Image Source

3. મલાઈકા અરોરા અને અરબાઝ ખાન:

બોલીવુડની હોટ જોડીમાં શામિલ રહેલા અરબાઝ ખાન અને મલાઈકાના છૂટાછેડા પણ ખુબ ચોંકાવનારા રહ્યા હતા.બંનેએ વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા. રિપોર્ટ અનુસાર મલાઈકાએ એલિમનીના સ્વરૂપે 15 કરોડ રૂપિયાની માંગ કરી હતી જેમાં અરબાઝ ખાને તેને 15 કરોડ રૂપિયાનો ફ્લેટ આપ્યો હતો.

Image Source

4.કરિશ્મા કપૂર અને સંજય કપૂર:

90 ના દશકની લોકપ્રિય અને સફળ અભિનેત્રી કરિશ્મા કપૂરે લગ્નના 11 વર્ષ પછી વર્ષ 2014 માં છૂટાછેડા લીધા હતા.કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા.રિપોર્ટ અનુસાર કરિશ્મા કપૂરે એલિમનીના સ્વરૂપે 14 કરોડ રૂપિયાની માંગ કરી હતી. જેમાં તેને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ સિવાય સંજય કપૂર દરેક મહિને પોતાના બાળકો માટે 10 લાખ રૂપિયાની ચુકવણી કરે છે.

Image Source

5. સંજય દત્ત અને રિયા પિલ્લઈ:

જણાવી દઈએ કે સંજય દત્તની પહેલી પત્ની રુચા શર્માની મૃત્યુ પછી સંજયે બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2005 માં છૂટાછેડા લીધા હતા.રિપોર્ટ અનુસાર સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયા અને એક મોંઘી લગ્ઝરી ગાડી પણ આપી હતી.

Image Source

6.લિએન્ડર પેસ અને રિયા પિલ્લઈ:

સંજય દત્ત સાથે છૂટાછેડા લીધા પછી રિયાએ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યા હતા, પણ અમુક જ સમય પછી બંનેના છૂટાછેડા થઇ ગયા.રિપોર્ટ અનુસાર રિયાએ દરેક મહિને 4 લાખ રૂપિયા આપવાની માંગ રાખી હતી.જેમાં 3 લાખ પોતાના માટે અને બાકીના પોતાની દીકરીના અભ્યાસ માટે માંગ્યા હતા.

Image Source

7.આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના:

ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર અને રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપરાએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે એલિમનીના સ્વરૂપે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

Image Source

8.આમિર ખાન અને રીના દત્તા:

મિસ્ટર પરફકેશનીસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાને પોતાના માતા-પિતાના વિરુદ્ધ જઈને વર્ષ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.બંને વચ્ચે થયેલા મનમુટાવાને લીધે બંનેએ વર્ષ 2002 માં છૂટાછેડા લઇ લીધા હતા.જો કે આમિર ખાનને આ છૂટાછેડા ખુબ મોંઘા પડયા હતા કેમ કે તેને એલિમનીના સ્વરૂપે છૂટાછેડાના 50 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

Image Source

9.ફરહાન અખ્તર અને અધુના:

ફરહાન અખ્તર અને અધુનાએ લગ્નના 16 વર્ષો પછી છૂટાછેડા લીધા હતા.છૂટાછેડા પછી અધુનાએ મુંબઈ સ્થિત 1000 સ્કવેર ફૂટમાં બનેલા બંગલાને પોતાની પાસે રાખવાની માંગ કરી હતી. જો કે તેના સિવાય ફરહાન દીકરીની દેખભાળ માટે દરેક મહિને મોટી રકમ ચૂકવે છે.

Image Source

10.સૈફ અલી ખાન અને અમૃતા સિંહ:

પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાને વર્ષ 1991 માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.પોતાનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે સૈફે 13 વર્ષ પછી વર્ષ 2004 માં છૂટાછેડા લીધા હતા જેના પછી સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર એલિમનીના સ્વરૂપે 5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.જો કે રિપોર્ટ અનુસાર સૈફે પોતાની અળધી સંપત્તિ પણ આપી હતી. આ સિવાય બાળકોની દેખરેખ માટે સૈફ દરેક મહિને 1 લાખ રૂપિયા પણ આપી રહ્યા હતા.