બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ ગરીબોના મસિહા બનેલા છે. સોનુ સૂદનું નામ હવે રસ્તા પર ચાલતા પરપ્રાંતિય મજૂરો સાથે જોડાઈ ચૂક્યું છે. એક રિપોર્ટ અનુસાર સોનુ સૂદે અત્યાર સુધીમાં 12 હજારથી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. આ માટે સોનુ સૂદની પ્રશંસા થઈ રહી છે. સ્પષ્ટ છે કે સોનુ આ બધા મજૂરોને પોતાના ખર્ચે અને મિત્રોની સહાયથી મોકલી રહ્યો છે. આટલું જ નહિ પણ સોનુએ એ મજૂરો માટે ખાવાનું પણ મોકલ્યું કે જેથી આ મજૂરો ખાલી પેટે મુસાફરી ન કરે.

તાજેતરમાં જ સોનુને પૂછવામાં આવ્યું કે મજૂરોને ઘરે મોકલવામાં એક બસનો ખર્ચ કેટલો આવે છે તો સોનુએ કહ્યું કે એમાં 1.8 લાખથી લઈને 2 લાખ સુધીનો ખર્ચ આવે છે. એમને જણાવ્યું કે આ બધું જ એના પર નિર્ભર કરે છે કે પ્રવાસીને ક્યાં જવાનું છે. એટલું જ નહીં, સામાજિક અંતરનાં નિયમોનું પણ પાલન કરવું પડે છે, આવી સ્થિતિમાં બસ સંપૂર્ણ ભરી ન શકાય અને આને કારણે વધુને વધુ બસો ગોઠવવી પડે છે.

સોનુએ કહ્યું કે હમણાં વસ્તુઓ ઠીક થઇ રહી છે. અન્ય લોકો પણ આ કામમાં મદદ માટે આગળ આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ, રોહિત શેટ્ટી, તબ્બુ અને ફરાહ ખાન પણ સોનુની પરપ્રાંતિય પ્રવાસીઓ માટે ભોજન અને સુરક્ષાની બાબતમાં મદદ કરી રહ્યા છે.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે સોનુને પૂછવામાં આવ્યું કે લોકોની મદદ વિશે તેમને કેવી રીતે વિચાર્યું, તો અભિનેતાએ કહ્યું કે તે પ્રવાસીઓની દુર્દશા વિશે વિચારીને રાત્રે સૂઈ શકતા ન હતા. આ પછી તેઓએ તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી તે દરેક પ્રવાસીને ઘરે નહિ પહોંચાડી દે, તે પોતાનું કામ ચાલુ રાખશે.

એવામાં જો 12 હજાર મજૂરો મોકલવાના ખર્ચની ગણતરી કરવામાં આવે તો તેની રકમ કરોડની નજીક હોઈ શકે છે. સોનુ સૂદ લગભગ એક મહિનાથી પ્રવાસી મજૂરોનો સંપર્ક કરીને અને તેમના માટે ટોલ ફ્રી નંબર જારી કરીને રાત-દિવસ સતત મહેનત કરી રહ્યા છે. સોનુ સૂદ અને તેની ટીમે હજારો મજૂરોને મુંબઇથી કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં બસો દ્વારા મોકલ્યા છે અને હજી કામ ચાલુ છે. આ સાથે, બે રાજ્યો વચ્ચેનું પેપરવર્ક અને પ્રવાસીઓના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે છે.
ઇન્ટરવ્યુ દરમિયાન સોનુએ જણાવ્યું હતું કે, જ્યારે એક પ્રવાસી મહિલાએ તેના ઘરે જવા માટેની વ્યવસ્થા કરી ત્યારે તે ગર્ભવતી હતી. બાદમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, ત્યારબાદ તેણે બાળકનું નામ સોનુ સૂદ રાખ્યું.

સોનુએ કહ્યું, ‘મેં તેમને મજાકમાં કહ્યું કે પુત્રનું નામ સોનુ શ્રીવાસ્તવ હોવું જોઈએ. તો તેમણે કહ્યું કે ના, અમે પુત્રનું નામ સોનુ સૂદ શ્રીવાસ્તવ રાખ્યું છે. એમના આવું કહેવાથી મારું દિલ ખુશ થઇ ગયું.’
જણાવી દઈએ કે, શરૂઆતમાં સોનુએ કોરોના વાયરસ રાહત ભંડોળમાં ફાળો આપ્યો હતો અને તેણે જુહુ ખાતેની હોટલ કોરોના દર્દીઓની સારવાર કરતા તબીબી કર્મચારીઓ માટે ઓફર કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.