ખબર

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો ફરી જબરો વાયરો ફૂંકાયો, જાણો ક્યાં ક્યાં સ્થિતિ બગડી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા  24 કલાકમાં 459 દર્દીઓ સાજા થયાં છે અને કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. ૭ માર્ચે 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.

Image source

આરોગ્ય વિભાગ તરફથી આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1409244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,41,437 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

Image source

કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ વધુ ફેલાયુ છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થવો એ ચિંતાજનક બાબત છે. અમદાવાદ શહેરમાં 127 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 125 કેસ, ગ્રામ્યમાં 20, વડોદરા શહેરમાં 70 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 58 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે.

Image source

રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.