ખબર

દેશમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા ૨૪ કલાકના આંકડા જાણીને રાહત થશે

દેશમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે, તેવામાં હાલમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારતએ મેક્સિકોને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા પહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલમાં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.57 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3400થી વધુ લોકોએ દમ તોડ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,02,82,833 થયો છે. જેમાંથી 1,66,13,292 દર્દી રિકવર થઈ ગયા છે. જ્યારે 34,47,133 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 3449 દર્દીનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી દેશમાં કુલ મૃત્યુનો આંકડો 2,22,408 પર પહોંચ્યો છે.