ખબર

શું ગંગામાંથી મળેલ મૃતદેહોથી ફેલાશે કોરોના ? જાણો આ બાબતે નિષ્ણાતોનું શુ કહેવુ છે

ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને બિહારના બક્સરમાં ગંગામાં તરતા મૃતદેહો મળ્યા છે. ત્યારે નદીમાં કોરોના સંક્રમિતોના શંકાસ્પદ મૃતદેહ મળી આવે તે કેટલું જોખમી છે તે અંગે નિષ્ણાતોનું મંતવ્ય જાણવું જરૂર બની રહે છે. ઉત્તરપ્રદેશથી લઈને બિહારનું પ્રશાસન સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ આ મૃતદેહ પોતાના ક્ષેત્રના ન હોવાનો દાવો પણ કરી રહ્યા છે.

ICMRના ચેરમેન ડોક્ટર બલરામે જણાવ્યું કે વાયરસને ફેલાવા માટે જીવિત માનવ શરીર જરૂરી હોય છે. જો માનવ શરીર મૃત છે તો પછી તેમાં વાયરસ ફેલાવાની અથવા બ્રીડ કરવાની શક્યતા ઘણી ઓછી રહે છે. આવામાં ખાસ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમ છતા સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે.

ICMRના ચેરમેન ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું છે કે પતિત પાવન ગંગાની વાત કરીએ તો ગંગામાં આવા તો એન્ટીબેક્ટેરિયલ ગુણ જબરદસ્ત રીતે જોવા મળે છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં ગંગાનું પાણી મોટાભાગની જગ્યાએ હથેળીમાં લઇને પીવા યોગ્ય પણ નથી. સ્નાન અને પીવાની વાત તો દૂર છે.


પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જણાવ્યું કે, કોરોના વાયરસ અંગેની અત્યાર સુધીની સ્ટડીમાં આ ડીસિઝ વોટર બોર્ન છે તે વાત રિજેક્ટ કરવામાં આવી છે. તો જો પાણીમાં વાયરસ જાય તો પણ તેનો વ્યક્તિ પર કોઈ પ્રભાવ નહીં પડે. એક રીતે જોઈએ તો અનેક ગટરો ગંગામાં ઠલવાય છે.