ખબર

સ્ટડીમાં દાવો: કોરોના સંક્રમણનો ખતરો 31 ટકા ઓછો કરશે આ આદત, જાણો વિગત

દેશમાં ફેલાયેલી કોરોના વાયરસની બીજી લહેરમાં લોકો તેજીથી કોરોના સંક્રમણનો શિકાર થઇ રહ્યા છે. દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. આ ભયાવહ સંક્રમણને કારણે દર્દીઓને શ્વાસ સંબંધિત બીમારીઓની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આજ તકમાં પ્રકાશિત એક રીપોર્ટ મુજબ આ સ્ટડીના હવાલાને કહેવામાં આવ્યુ છે કે, કોરોના સંક્રમણના ખતરાને 30-31 ટકા ઓછો કરી શકાય છે. પરંતુ કેવી રીતે ?

એક્સરસાઇઝ કરવાથી શરીર ફીટ રહે છે, પરંતુ એક નવી સ્ટડીમાં આને કોરોનાથી લડાઈમાં ફાયદાકારક ગણાવવામાં આવ્યું છે. આ સ્ટડી સ્કોલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યૂનિવર્સિટીના રિસર્ચર્સે કર્યું છે. આ દુનિયાની પહેલી એવી સ્ટડી છે જે એક્સરસાઇઝ અને કોવિડ-19 ઇમ્યુનિટીને જોડીને કરવામાં આવી છે.

આ સ્ટડી અનુસાર એક દિવસમાં 30 મિનિટ, અઠવાડિયામાં 5 દિવસ અથવા 150 મિનિટ સુધી કસરત કરવાથી શ્વાસની તકલીફ નથી થતી. સ્ટડીમાં વૉક, રનિંગ, સાઇકલિંગ અને સ્નાયૂઓ મજબૂત બનાવનારી કસરત કરવાની સલાહ આપવામાં આવી છે.

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કસરત વેક્સિનની ક્ષમતાને 40 ટકા અસરકારક બનાવી શકે છે. વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું છે કે, ‘આ નક્કી કરવામાં આવેલા સમય સુધી કસરત કરવાથી કોવિડ-19 જેવી સંક્રામક બીમારીનો ખતરો 31 ટકા અને આ મહામારીથી મોતનો ખતરો 37 ટકા ઓછો થઈ શકે છે. આ વેક્સિનેશનને પણ કારગર કરે છે.’

ગ્લાસગો કેલેડોનિયન યૂનિવર્સિટીના પ્રોફેસર સેબસ્ટિયન ચેસ્ટિનનું કહેવું છે કે, ફિઝિકલ એક્ટિવિટી ઇમ્યૂન સિસ્ટમની રક્ષા કરે છે અને ઇમ્યૂન સેલ્સને મજબૂત બનાવે છે. ચેસ્ટિને કહ્યું કે, ‘અમારું રિસર્ચ જણાવે છે કે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી સંક્રામક બીમારીથી બચાવે છે.’